Sunday, December 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાજ્યભર માં પ્રથમ વખત પોરબંદરના ફટાણા ગામે વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયો

રાજ્યભર માં પ્રથમ વખત પોરબંદરના ફટાણા ગામ ખાતે વ્યક્તિગત ફલેકસી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયો છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ ફેઝ-૨) યોજના અંતર્ગત રાજ્યભરમાં કલસ્ટર બેઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. ગ્રામ વિકાસ વિભાગ દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુધન ધરાવતા કુટુંબો માટે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે. રાજ્યભર માંથી સૌ પ્રથમ પોરબંદર જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ આવતા ઘટક વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ પોરબંદર જિલ્લાના ફટાણા ગામે સૌ પ્રથમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. ફટાણા ગામના પશુધન ધરાવતા લાભાર્થી ઓડેદરા નાગાભાઈ લીલાભાઈને ત્યાં વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ રાજ્યમાં સૌ પ્રથમ ઈન્સ્ટોલ કરાયો છે. ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી કુદરતી નિશૂલ્ક રાંધણગેસ મળી રહે છે. આ કુદરતી ગેસ સંપુર્ણ સુરક્ષિત અને સલામત છે. ૨ થી ૩ એલ.પી.જી.બોટલ જેટલું ગેસ ઉત્પાદન થાય છે. સાથો સાથ સ્લરી પણ ઉપજે છે.

આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનિક પ્રવાહી ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. આ બાયોગેસ પ્લાન્ટની મુળ કિંમત રૂા.૪૨ હજાર છે તેની સામે સરકાર દ્રારા રૂા.૩૭ હજારની સબસીડી આપવામાં આવે છે. રૂા.૫ હજારનો લોકફાળો ભરી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ૨ કે તેથી વધુ પશુધન ધરવતા કુટુંબો આ યોજનાનો લાભ લઈ શકે છે. એસ.બી.એમ.ની ટીમ દ્રારા કામગીરી હાથ ધરી નિયત થયેલ કુટુંબોને ગોબરધન યોજનાનો લાભ આપવામાં આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે