પોરબંદર બોટ એસોસિએશન દ્વારા રજૂઆત ના પગલે વેરાવળ કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદે પેરા ફિશિંગ કરતી ૬ બોટો ઝડપી લેવામાં આવી છે.
અરબી સમુદ્ર માં ગેરકાયદે ફિશિંગ કરતી ૬ બોટો સામે કાર્યવાહી કરાઈ છે જે અંગે માહિતી આપતા પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ જણાવ્યું છે કે પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન દ્રારા લાઈન ફિશીંગ અને પેરા ફિશીંગ કરતી બોટો ઉપર એકશન લેવા સતર્ક છે ત્યારે ભીડીયા કોળી સંયુક્ત મચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ સોલંકી એ વેરાવળ ની બોટો ઉપર મહારાષ્ટ્ર ની બોટો દ્રારા દરીયામાં હુમલો કરી નુકશાન પહોચાડેલ તે અંગે પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી ને ટેલીફોનીક જાણ કરી હતી.
આથી પોરબંદર બોટ એસો. પ્રમુખે પોરબંદર કોસ્ટગાર્ડ નાં હેડક્વાર્ટર માં તુરંત કમાન્ડર ને આ બાબતે જાણ કરી ને એકશન લેવા વિનંતી કરતા ત્યારે રાત્રી નાં સમય દરમીયાન કોસ્ટગાર્ડ કમાન્ડર દ્રારા તાત્કાલીક વેરાવળ મુકામે કોસ્ટગાર્ડ નાં કમાન્ડર ને જાણ કરેલ અને એકશન લેવા નું કહેલ, અને તા. ૦૨/૦૨/૨૦૨૪ નાં રોજ પોરબંદર મરીન પોલીસ હેડક્વાર્ટર નવીબંદર માં વેરાવળ ભીડીયા કોળી સંયુક્ત મચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ તથા ફિશરમેનભાઈઓ, માંગરોળ મહાવીર મંડળી નાં પ્રમુખ દામોદરભાઈ તથા પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને કમિટિ સભ્યો સાથે રહી ને સાંજે નવીબંદર પોલીસ નાં પી.એસ.આઈ ચાવડાને રૂબરૂ ફરીયાદ કરતા તેઓએ ખુબ સારો પ્રતિસાદ આપી ને લાઈન ફિશીંગ અને પેરા ફિશીંગ કરતી બોટો ઉપર એકશન લેવા ખાત્રી આપેલ હતી.
અને ફિશરીઝ ડીપાર્ટમેન્ટ પણ આ બાબતે કાર્યવાહી કરવા સતર્ક રહી છે. ત્યારે તા. ૦૩/૦૨/૨૦૨૪ નાં રોજ વેરાવળ કોસ્ટગાર્ડ દ્રારા મહારાષ્ટ્ર ની ૬ (છ) ફિશીંગ બોટો ગેરકાયદેસર પેરા ફિશીંગ કરતી બોટો ને પકડીને લયાવેલ તે બદલ પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને ફિશરીઝ ડીપાર્ટમેન્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.