Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે.

પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને ધજા પતાકાથી મુખ્ય માર્ગો ભગવા બન્યા છે. આજે બપોરે દોઢ વાગ્યે શ્રીરામ જાનકી મઠ થી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મહિલા વિભાગ, દુર્ગાવાહિની પ્રેરિત વિશાળ શોભાયાત્રા શહેર ના મુખ્ય રાજમાર્ગો પર ભગવાન શ્રીરામના રથ તથા પાલખી સાથે નીકળશે. આ શોભાયાત્રા માટે કુલ ૨૫૧ કાર્યકર્તાઓ એ મુખ્ય ત્રીસ સમિતિ બનાવી આયોજન કર્યું છે. મોટી સંખ્યા માં રામભક્તો શોભાયાત્રામાં જોડાશે.અલગ અલગ સંપ્રદાયના સંતો-મહંતો પોતાના ભકત મંડળો સાથે જોડાઇને શોભાયાત્રાની શોભા વધારશે.

તેમજ યાત્રાની આગેવાની લેશે.સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુવક મંડળો, ગરબી મંડળો, હોળી મંડળ અને ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રીરામના જયઘોષ સાથે અલગ અલગ વિસ્તારમાંથી જોડાશે. ધૂન ભજન મંડળ પોતાની ટીમ સાથે સમગ્ર શોભાયાત્રાના સમય દરમ્યાન સતત શ્રી રામધૂન કરશે. વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાશે.શોભાયાત્રામાં જોડાવા માટે સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો છે શોભાયાત્રા માં વિવિધ ફલોટસ અને અલગ અલગ ધાર્મિક વેશભૂષા ધારણ કરેલ બાળકો આકર્ષણ જમાવશે શોભાયાત્રાનું ઠેર ઠેર લોકો દ્વારા ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત થશે.

શોભાયાત્રા નો રૂટ
શોભાયાત્રા દોઢ વાગ્યે જાનકી મઠ, રામમંદિરથી શરૂ થઇ શીતલા ચોક, હનુમાન ગુફા, એસ.વી.પી. રોડ પર આગળ વધી રામ ટેકરીથી પારસ ડેરી થઇ સ્વાગત કોર્નર પાસેથી એમ.જી.રોડ, એવરગ્રીન, સુદામાં ચોક, પ્લાઝા, ડ્રીમલેન્ડ, મહાલક્ષી મંદિર, માણેક ચોક થઇ સ્વસ્તીક ભુવન, નવી બંદર ખારવા જ્ઞાતિની વાડી પાસેથી લઇ પાલાનો ચોક, ખારવા જ્ઞાતિના પંચાયત મંદિર (મઢી) પાસે થી પસાર થઇ શહીદ ચોક થઇ જાનકી મઠ ખાતે પૂર્ણ થશે ત્યાં મહાઆરતી કરી ભગવાનશ્રી રામના આવતા વર્ષ ફરી ભવ્ય જન્મોત્સવ ઉજવવાના પવિત્ર સંકલ્પ કરી શોભાયાત્રાને વિરામ આપશે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે