માધવપુર માં વોટસએપના ગૃપમાં સભ્યોને એડ કરીને લુડોનો જુગાર રમાડતા ૫ શખ્સો ને પોલીસે ઝડપી લઇ ૭૪,૭૦૦ની રોકડ કબજે કરી છે.
માધવપુરના માધવરાય મંદિર પાસે માધવ મકાનમાં રહેતા અને માધવ ઈલેક્ટ્રોનિક નામની દુકાન ધરાવતા દીપ કિરીટ ઠકરારે(ઉવ ૨૯) તેના મોબાઇલમાં વોટસએપ એપ્લીકેશનમાં ‘ગુજરાત લુડો ટાઈમપાસ ગેમ્સ’ નામનું ગૃપ બનાવી તેમા અલગ અલગ સભ્યોને એડ કર્યા હતા અને લુડો ગેમ્સના અલગ અલગ ટેબલ બનાવીને સભ્યોને જોઇન્ટ કરીને ઓનલાઇન લુડોનો જુગાર રમાડવામાં આવતો હતો.જે અંગે એલસીબી ટીમે બાતમી ના આધારે રાત્રે દરોડો પાડી દીપની ધરપકડ કરી હતી અને જુગાર રમી રહેલા માધવપુરના ઓશો આશ્રમ પાસે રહેતા છગન ઉર્ફે બુધો ખીમા માલમ, પાતા ગામના દળ વિસ્તારમાં રહેતા વિક્રમ હાથીયા પરમાર, પાતા ગામની પંચાયત ઓફિસ પાસે રહેતા જખરા ઉર્ફે જેરી રણમલ મોઢા અને માધવપુરની જુની ટોકીઝ પાછળ સ્મશાન પાસે રહેતા અસ્લમ અબ્બાસ જોખીયાને પણ ઝડપી લઇ કુલ ૨૪,૭૦૦ની રોકડ અને ૫૦ હજારના પાંચ મોબાઇલ સહિત ૭૪,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.