Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

અંતે પોરબંદર ની અંજુમને ઇસ્લામ સંસ્થા ની ચૂંટણી જાહેર

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધી અંજુમને ઈસ્લામ- પોરબંદર રજીસ્ટર નંબર બી-169 ની ચૂંટણી માટે નીમાયેલા અધિકારીઓની આગેવાનીમાં હાલાઈ મુસ્લિમ ખત્રી જમાત હોલ ખાતે પોરબંદર મુસ્લિમ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારી આસીફભાઈ સલોત અને હુસેનભાઈ દલ દ્વારા સમગ્ર ચૂંટણીને લાગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ અઘીકારી ફારૂકભાઈ બઘાડ તથા ઈસ્માઈલભાઈ શેરવાની એ સમગ્ર મીટીંગનું સંચાલન કર્યું હતું.

ધી અંજુમને ઈસ્લામ-પોરબંદર સંસ્થાની ચૂંટણી સંપૂર્ણપણે નિયમો અનુસાર યોજાશે તેવું જણાવવામાં આવ્યું અને જણાવ્યું હતુંકે જાહેરનામુ બહાર પાઠયાબાદ કાર્યકમ મુજબ ચુંટણી ની કામગીરી ચુંટણી પંચ દ્વારા ચાલુ કરીદેવામાં આવશે. આ જનરલ મિટિંગમાં પોરબંદર મુસ્લિમ સમાજની જમાતોના પ્રમુખો, કારોબારી સભ્યો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધું હતું.

સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તે માટે કિંતીમંદીર પોલીસ સ્ટેશન ના P.S.I જે.જે.ચૌધરીનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો અને આ જનરલ મીટીંગ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.તે મુજબ ધી અંજુમને ઈસ્લામ, પોરબંદર. મેનેજીંગ કમીટીની ચુંટણી સને-૨૦૨૫ ની‌ ચુંટણી જાહેર કરાઈ છે જેમાં
તારીખ ૨૩/૨/૨૦૨૫, રવિવાર, મતદાન: સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ ત્યારબાદ મત ગણતરી કરી પરીણામ જાહેર થશે

ગુજરાત રાજ્ય વકફ બૉર્ડ, ગાંધીનગરના હુકમ જા. નં. ૯૬૦૪/૨૦૨૪ તા. ૧૦/૧૦/૨૦૨૪ થી ધી અંજુમને ઈસ્લામ પોરબંદરની મેનેજીંગ કમીટીની ચુંટણી કરવા આદેશ થયેલ છે. ટ્રસ્ટના પી.ટી.આર. માં અનુગામી ટ્રસ્ટી નિમવાની પધ્ધતિ દર્શાવેલ છે. તે મુજબ ચુંટણીની તમામ પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ થયેલ છે.
 ગુજરાત રાજ્ય વકફ બૉર્ડના ઉપરોકત તા. ૧૦/૧૦/૨૦૨૪ ના હુકમથી અને ત્યારબાદ તા. ૨૦/૧૨/૨૦૨૪ અને તા. ૨૩/૧૨/૨૦૨૪ ના સુધારા હુકમોથી અમો નિચે સહી કરનારને ચુંટણી અધિકારીઓ તથા મદદનિશ ચુંટણી અધિકારીઓ તરીકે નિમવામાં આવેલ છે.
 પ્રથમ ચરણમાં પોરબંદર શહેરની સમસ્ત મુસ્લીમ સમાજની મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે. તા. ૧/૪/૨૦૨૪ ની સ્થિતિની તા. ૧૯/૪/૨૦૨૪ નાં રોજ આખરી પ્રસિધ્ધ થયેલ છે તે ચુંટણી પંચની મુળ મતદાર યાદી તથા તા. ૧/૧/૨૦૨૫ ની સ્થિતિની તા. ૬/૧/૨૦૨૫ નાં રોજ આખરી પ્રસિધ્ધ થયેલ છે તે ચુંટણી પંચની પુરવણી મતદાર યાદી ઉપરથી પોરબંદર શહેર મુસ્લીમ સમાજના પુરૂષ મતદારોની ફોટા વાળી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે.
 આ ચુંટણી સંદર્ભે તા. ૨૬/૧/૨૦૨૫ નાં રોજ પોરબંદર શહેર સમસ્ત મુસ્લીમ સમાજની જનરલ મીટીંગ બોલાવવામાં આવેલ હતી તેમાં ચુંટણી સંદર્ભે મુદા વાઈઝ ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે થયેલા નિર્ણયોના ઠરાવો મીનીટ બુકમાં નોંધવામાં આવેલ છે.

(૧). ટ્રસ્ટના પી.ટી.આર. માં અનુગામી ટ્રસ્ટી નિમવાની પધ્ધતિ દર્શાવેલ છે તે મુજબ પોરબંદર શહેરના સમસ્ત મુસ્લીમ સમાજના પુરૂષ મતદારો મતદાન કરી મેનેજીંગ કમીટીને ચુંટશે.
(૨). મેનેજીંગ કમીટી સાત સભ્યોની બનશે. જેમાં એક પ્રમુખ, બે ઉપ પ્રમુખ, એક સેક્રેટરી, એક જોઈન્ટ સેક્રેટરી, એક ખજાનચી અને એક ઓડીટર રહેશે. આ હોદ્દા મુજબ જ ઉમેદવારી પત્રો ભરવાના રહેશે. ઉમેદવારી પત્રમાં જે હોદા માટે ઉમેદવારી નોંધાવેલ છે તે હોદો દર્શાવવાનો રહેશે.
(૩). સાત પદ માટે સાત ઉમેદવારોની પેનલ બનશે. પરંતુ ચુંટણી ફકત પ્રમુખ પદના ઉમેદવારોની થશે. જે પ્રમુખ ચુંટાશે તે પ્રમુખની આખી પેનલ ચુંટાયેલી ગણાશે. ચુંટાયેલા પ્રમુખની પેનલમાંથી કોઈ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ઉમેદવારી પરત ખેંચી લીધી હશે તેવા સંજોગોમાં તે ઉમેદવારે જે પદ માટે ઉમેદવારી કરી હતી તે પદ માટે ઉમેદવારી કરનાર પરાજીત પેનલનો ઉમેદવાર ચુંટાયેલી પેનલનો ઉમેદવાર હોય તે રીતે ચુંટાયેલો ગણાશે.

(૪). ઉમેદવારી ફી રૂ. ૧૦૦૦/- (એક હજાર) ભરવાની રહેશે. જે કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં. ધી અંજુમન ઈસ્લામ પોરબંદર ટ્રસ્ટના ખાતામાં જમા થશે.
(૫). ફોટાવાળી મતદાર યાદી એક પૈજના રૂ. ૩/- (ત્રણ) મુજબ ફી લઈ આપવામાં આવશે. ઉમેદવારી પત્ર રૂ. ૫૦/- (પચ્ચાસ) ફી લઈ આપવામાં આવશે. ચુંટણી અધિકારીના ગોળ સિક્કા વાળું અસલ ઉમેદવારી પત્ર જ ભરવાનું રહેશે. ઝેરોક્ષ ચાલશે નહીં. આ તમામ ફીની રકમ ધી અંજુમને ઈસ્લામ પોરબંદરના ખાતામાં જમા થશે.
(૬). અત્રેથી તૈયાર કરેલ ફોટા વાળી મતદાર યાદી પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવશે, તે યાદીમાં નામ ના હોય અને જેને તા. ૪/૨/૨૦૨૫ નાં રોજ ૧૮ વર્ષ પુરા થઈ ગયા હોય એવા પુરૂષ મતદારોના નવા નામ ઉમેરવા, નામ હોય તે સુધારવા, કમી કરવા આઠ દિવસમાં અરજી કરી શકાશે. ત્યારબાદ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થશે. આખરી પ્રસિધ્ધ થયેલ મતદાર યાદીમાં નામ હશે તે મતદાર જ મતદાન અને ઉમેદવારી કરી શકશે. ચુંટણી પંચની ૨૦૨૪ ની મુળ મતદાર યાદીમાં અથવા ચુંટણી પંચની ૨૦૨૫ ની પુરવણી મતદાર યાદીમાં નામ હશે અને પ્રિન્ટ મિસ્ટેકના કારણે મુસ્લીમ સમાજની મતદાર યાદીમાં નામ દાખલ થયેલ નહીં હોય એવા મતદારો નામ ઉમેરવા આપવામાં આવેલ સમયમાં નામ ઉમેરવાની અરજી કરવાનું ચુકી ગયા હશે તો ચુંટણી પંચની મતદાર યાદીમાં નામ છે એવો આધાર રજુ કરશે તો તેવા ખાસ કિસ્સામાં મતદાન અને ઉમેદવારી કરવા દેવામાં આવશે.

(૭). જાહેરનામું પ્રસિધ્ધ કરવા, મતદાર યાદી પ્રસિધ્ધ કરવા, મતદાર યાદી તપાસવા, મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સુધારવા, કોરા ફોર્મ મેળવવા, ભરેલ ફોર્મ રજુ કરવા, મતદાર યાદીની નકલ મેળવવા, કોરા ઉમેદવારી ફોર્મ મેળવવા, ભરેલ ઉમેદવારી ફોર્મ રજુ કરવાનું સ્થળ:
ધી અંજુમને ઈસ્લામ પોરબંદર,
દારૂલ ઉલુમ ગૌષે આઝમ પાસે,
સુતારવાડા નાકા, પોરબંદર

સંપર્ક:
જીશાનભાઈ નકવી, 98242 33422
આસીફભાઈ સલોત, 98250 78609
હુસેનભાઈ દલ, 99258 71999
ફારૂકભાઈ બઘાડ, 98251 62626
ઈસ્માઈલભાઈ શેરવાની, 98989 23660
(૮). મતદાન અને મતગણતરીનું સ્થળ:
વી. જે. મદ્રેષા ગર્લ્સ સ્કુલ,
મેમણવાડા, પોરબંદર.
(૯). ઉમેદવારી કરવા, ઉમેદવારીની દરખાસ્ત કરવા, ઉમેદવારીને ટેકો આપવા મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. ઉમેદવારી ફોર્મ ઉમેદવારે જાતે રજુ કરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ રજુ કરતી વખતે ઉમેદવારે દરખાસ્ત કરનાર અને ટેકો આપનારને સાથે લઈ આવવાનાં રહેશે.
(૧૦). કોઈપણ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય તો ગુજરાત રાજ્ય વકફ બૉર્ડનો નિર્ણય આખરી રહેશે.

:ચુંટણી કાર્યક્રમ:
(૧). તા. ૨૮/૧/૨૦૨૫, જાહેરનામું પ્રસિધ્ધ:
(૨). તા. ૨૮/૧/૨૦૨૫, મતદાર યાદી પ્રાથમિક પ્રસિધ્ધ:
(૩). તા. ૨૮/૧/૨૦૨પ થી તા. ૪/ર/૨૦૨૫, મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સુધારવા: દરરોજ સવારના ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦
(૪). તા. ૫/૨/૨૦૨૫, મતદાર યાદી આખરી પ્રસિધ્ધ:
(૫). તા. ૫/૨/૨૦૨૫ થી તા. ૭/૨/૨૦૨૫, ઉમેદવારી ફોર્મ કોરા મેળવવા અને ભરેલ ઉમેદવારી ફોર્મ રજુ કરવા: દરરોજ સવારના ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦
(૬). તા. ૮/૨/૨૦૨૫, ઉમેદવારી ફોર્મ ચકાસણી: સવારના ૧૧:૦૦ થી બપોરનાં ૨:૦૦
(૭). તા. ૮/૨/૨૦૨૫ અને તા. ૯/૨/૨૦૨૫, ઉમેદવારી પરત ખેંચવા: બંને દિવસ સવારના ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦
(૮). તા. ૧૦/૨/૨૦૨૫, નિશાન ફાળવણી અને ઉમેદવારોની મીટીંગ: સવારના ૧૧:૦૦ થી બપોરના ૨:૦૦
(૯). તા. ૧૧/૨/૨૦૨૫, હરીફ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ:
(૧૦). તા. ૨૩/૨/૨૦૨૫, રવિવાર, મતદાન: સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦
(૧૧). તા. ૨૩/૨/૨૦૨૫, મત ગણતરી: સાંજના ૬:૦૦ થી પુરી થાય ત્યાં સુધી ત્યારબાદ પરીણામ જાહેર:
(૧૨). તા. ૨૪/૨/૨૦૨૫, ફેરફાર રીપોર્ટ તૈયાર કરી ગુજરાત રાજ્ય વકફ બૉર્ડને મોકલી આપવામાં આવશે.
સ્થળ: પોરબંદર
તારીખ: ૨૮/૧/૨૦૨૫
જીશાન નકવી આસીફ સલોત હુસેન દલ
ચુંટણી અધિ. ચુંટણી અધિ. ચુંટણી અધિ.
ઈસ્માઈલ શેરવાની ફારૂક બઘાડ
મ. ચુંટણી અધિ. મ. ચુંટણી અધિ.

અંજુમને ઇસ્લામ

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે