પોરબંદર વન વિભાગે પણ બરડા અભયારણ્ય માંથી દેશી દારૂ ની ૧ ભઠ્ઠી શોધી કાઢી કામગીરી બતાવી છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ ના માર્ગદર્શન હેઠળ પોરબંદર વન વિભાગ અને ભાણવડ પોલીસ નો સ્ટાફ સંયુકત પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ભાણવડ રેન્જની પાછતર રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલની અંદરની ધ્રામણી બીટમાં ખોડીયર ઝર ખોડીયાર મંદિર થી ૧૦૦ મીટર દુર થી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળની આજુ બાજુમાં ઝાડના સરપણ પણ કાપવામાં આવેલ હતા. સ્થળ પરથી આથો ૧૨૦૦ લીટર,પ્લાસ્ટીકના બેરલ નંગ-૨, પતરાના બેરલ નંગ-૪ મળી રૂ ૩૦ હજાર ના મુદામાલ નો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.રાબેતા મુજબ આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર એલસીબી અને રાણાવાવ પોલીસ દ્વારા મહિના માં દારૂ ની ૧૦ થી વધુ ભઠ્ઠીઓ નો નાશ કરવામાં આવે છે. અને આ તમામ ભઠ્ઠી વન વિભાગ ની મીઠી નજર હેઠળ જ ધમધમતી હોવાના અનેક વખત આક્ષેપ થયા છે ત્યારે અંતે વન વિભાગે પણ એક ભઠ્ઠી નો નાશ કરી પોતાની કામગીરી બતાવી છે.