Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ:જાણો મતદારો માં કેટલો થયો વધારો અને આગામી વિધાનસભા ચૂંટણી માં કેટલા મતદારો કરી શકશે મતદાન

પોરબંદર જીલ્લા માં આગામી વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે જેમાં જીલ્લા માં ૩૭૯૨૬ મતદારો નો વધારો થયો છે.

પોરબંદર જીલ્લા માં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જીલ્લા માં કુલ ૪૯૧૦૩૨ મતદારો નોંધાયા છે. લોકસભા ની ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણી માં પોરબંદર વિધાનસભા બેઠક પર ૧૨૬૮૫૮ પુરુષો અને ૧૧૯૨૫૮ સ્ત્રી મતદારો મળી કુલ ૨૪૬૧૧૬ મતદારો નોંધાયા હતા. જયારે કુતિયાણા વિધાનસભા બેઠક પર ૧૦૮૧૦૫ પુરુષો અને ૯૮૮૮૫ સ્ત્રીઓ મળી ૨૦૬૯૯૦ મતદારો નોંધાયા હતા. આમ ૨૦૧૯ માં જીલ્લામાં ૨૩૪૯૬૩ પુરુષ મતદાર અને ૨૧૮૧૪૩ સ્ત્રી મતદાર મળી કુલ ૪૫૩૧૦૬ મતદારો નોંધાયા હતા.

તેની સામે આખરી મતદાર યાદી મુજબ પોરબંદર વિધાનસભા બેઠક પર ૧૩૫૧૭૫ પુરુષ અને ૧૩૦૦૯૯ સ્ત્રી મતદાર મળી ૨૬૫૨૭૪ નોંધાયા છે. આમ ૨૦૧૯ ની સરખામણી એ પોરબંદર વિધાનસભા બેઠક માં ૮૩૧૭ પુરુષ અને ૧૦૮૪૧ સ્ત્રી મળી ૧૯૧૫૮ મતદારો નો વધારો થયો છે. જયારે કુતિયાણા બેઠક પર ૧૧૬૩૪૭ પુરુષ અને ૧૦૯૪૧૧ સ્ત્રી મળી ૨૨૫૭૫૮ મતદારો નોંધાયા છે. આમ પુરુષો માં ૮૨૪૨ અને સ્ત્રીઓ માં ૧૦૫૨૬ મળી કુલ મતદાર માં ૧૮૭૬૮ નો વધારો થયો છે. સમગ્ર જીલ્લા ની વાત કરીએ તો ૧૬૫૫૯ પુરુષ અને ૨૧૩૬૭ સ્ત્રીઓ નો વધારો મળી કુલ મતદારો માં ૩૭૯૨૬ મતદારો નો વધારો થયો છે. જેમાં ૧૮ થી ૧૯ વય જૂથ ના ૬૦૪૬ મતદાર અને ૨૦ થી ૨૯ વય જૂથ ના ૩૫૫૮ મતદારો નો વધારો થયો છે.
વયજૂથ પ્રમાણે મતદારો ની સંખ્યા
વયજૂથ —-સંખ્યા
૧૮-૧૯ —-૧૩૫૬૧
૨૦-૨૯ —-૧૦૦૭૯૫
૩૦-૩૯—–૧૧૫૮૨૭
૪૦-૪૯—-૯૭૩૭૫
૫૦-૫૯—-૭૭૬૯૮
૬૦-૬૯——૪૯૮૫૨
૭૦-૭૯ —-૨૫૮૫૬
૮૦+—–૧૦૦૭૯
કુલ —-૪૯૧૦૪૩

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે