પોરબંદરના જયુબેલી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર નજીકના સ્વજનોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મહિલા ને ડાકણી કહેતા બનાવ બન્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
પોરબંદરના જ્યુબેલી વિસ્તાર નીલકંઠ મહાદેવના મંદિર પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતાં વિજય કરશન ચાવડા નામના 27 વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે બંધ દુકાન ના ઓટલા ઉપર બેઠો હતો. ત્યારે તેનાથી થોડે દૂર રહેતા તેના મોટા બાપા માંડાભાઈ દેવાભાઈ ચાવડા,મોટી મા દેવીબેન, કાકા કાના દેવા ચાવડા તથા પિતરાઈ ભાઈ પરબત માંડા ચાવડા ચારેય જણા તલવાર લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા.
અને મોટી માં દેવીબેન એ વિજયને એવું કહ્યું હતું કે”હું ડાકણી છું તેવી કેમ વાતો કરે છે?” આથી વિજયક કહ્યું હતું કે હું કોઈને વાત કરતો નથી આથી ચારેય લોકો ગાળો કાઢવા લાગ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીને માર મારવા લાગ્યા હતા એ દરમિયાન તેના પિતા કરશનભાઈ ચાવડા પુત્ર વિજયને બચાવવા માટે વચ્ચે પડતા અને ઝઘડો કરવાની ના પાડતા તેમને પણ માર મારવા લાગ્યા હતા બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેથી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
વિજયભાઈ તથા તેના પિતા કરશનભાઈ ને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે દસેક દિવસ પહેલા ફરિયાદી એ તેના મિત્ર અરજન દેવા શામળા ને ફોન કરીને કહ્યું હતું કે મારી મોટી માં દેવીબેન ડાકણી છે તમે તેનું ધ્યાન રાખજો તેની પાસે જતા નહીં! આ વાત અરજને ફરિયાદીના મોટા બાપા માંડાને કરી હતી. જેથી તેનું મન દુઃખ રાખીને હુમલો થયાનું જણાવતા આગળની તપાસ ઉદ્યોગ નગર પોલીસે હાથ ધરી છે.















