Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સહીત રાજ્યભર માં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે

પોરબંદર સહીત રાજ્યભર માં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. જેના માટે તા ૧૫ ઓક્ટોબર થી ખેડૂત નોંધણી શરૂ કરાઇ છે.

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે.રાજ્યમાં ૧૫ ઓક્ટોબર થી ખેડૂત નોંધણી શરૂ કરાઇ છે.

ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે. ૨૫ નવેમ્બર પહેલા પી એમ કિસાન લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે.

રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી કરવી ફરજિયાત હોવાનું જણાવ્યું છે. ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી ઉપબ્ધ થશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો પણ સરળ બનશે. આ નોંધણી કરાવવા માટે ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર અને જમીન ખાતા ના ૭-૧૨, ૮-અ ની વિગત સાથે ગ્રામ પંચાયતના VCE નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી-પોરબંદર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે તાલુકાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જે તે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE, ગ્રામસેવકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે