Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં ખેડૂતોને બિયારણ ખરીદવામાં સાવચેત રહેવા અને કયાંય પણ કાળાબજાર,અનઅધિકૃત વેચાણ થતું હોય તો સંપર્ક સાધવા અપીલ કરાઈ

પોરબંદર જિલ્લામાં ખેડૂતો ને બીયારણ ખરીદતા પહેલા સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

હવામાન વિભાગના વરતારા મુજબ આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થીરાજ્યમાં શરૂ થવાનો વરતારો કરેલ હોય, કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવુ અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ, પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે.

રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય. આમ, બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા જણાવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે