Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે ૨૦ હજારની સહાય:૧૩ ઓગસ્ટ સુધી માં ઓનલાઈન અરજી કરવી જરૂરી

પોરબંદરમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ૨૦ હજારની સહાય અપાશે.જેના માટે ૧૩ ઓગસ્ટ સુધી માં ઓનલાઈન અરજી કરવા અપીલ કરાઈ છે.

રાજ્યમાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે. ખેડુતો વધુ આવક મેળવવા બાગાયતી ખેતી અપનાવતા થયા છે. બાગાયતી ખેતીમાં શાકભાજી પાકોનુ એક આગવુ મહત્વ રહેલુ છે. સાથે સાથે મનુષ્યના દૈનિક આહારમાં પણ શાકભાજીનુ આગવુ સ્થાન છે. રાજ્યમાં ખેડુતો દ્વારા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાના ઉપયોગથી જમીન, પર્યાવરણ, પાકોની ગુણવત્તા બગડી છે, ઉત્પાદન પર પણ માઠી અસરો પહોચવા લાગી છે. ઉપરાંત ખોરાકમાં ઝેરી તત્વોનુ પ્રમાણ વધતા મનુષ્યમાં અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યુ છે, રોગપ્રતિકારકતા ઘટી છે જેનાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસરો પેદા થઈ છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, પર્યાવરણનુ સંતુલન જળવાય, ખેતી ખર્ચ ઘટાડવા, તંદુરસ્ત પાક ઉપ્તાદન મેળવવા તેમજ નાગરીકો દ્વારા રાસાયણીક ખાતર, જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજી પાકોની માંગ પુરી પાડવા, ખેડુતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતી કરતા થાય તે જરૂરી છે. આમ રાજ્યમાં શાકભાજી પાકોની ખેતી કરતા ખેડુતોને શરૂઆતમાં બિયારણનો બહુ મોટો ખર્ચ તેમજ પ્રાકૃતિક ખેતીથી શરૂઆતમાં એક-બે વર્ષ થતા ઓછા ઉત્પાદનને પહોચી વળવા તેમને આર્થિક સહાય આપી પ્રોત્સાહિત કરી શકાય તે હેતુસર સહાય અપાતી હોવાનું બાગાયત વિભાગના અધિકારીકલ્પનાબેન પંચાલ દ્વારા જણાવાયું હતું.

સરકારની કાળજીપૂર્વક પુખ્ત વિચારણાના અંતે રાજયમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રાજ્યમાં રસાયણમુક્ત તેમજ જંતુનાશકમુક્ત શાકભાજી પાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે બાગાયત ખાતાની સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૨ યોજના હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની નવી જાહેર થયેલી યોજના “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના સરકારશ્રીના કાર્યક્રમ” અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહતમ રૂ. ૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે.

ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર થી મહત્તમ ૨.૦૦ હેકટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની યાદી/આત્માના FIG માં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

આ ઘટકમાં સહાય મેળવવા તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી માં I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે અચુક રજુ કરવા જણાવવામાં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે