Monday, July 1, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં ઉદ્યોગનગર પોલીસ ની મીઠી નજર હેઠળ બુટલેગરો અને તેના મળતીયાઓ દ્વારા દારૂની હોમ ડીલીવરી ની સુવિધા

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં દારૂ ની બદી નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાની સ્થાનિક સુધરાઈ સભ્ય દ્વારા એસપી ને બુટલેગરોના નામ સાથે રજૂઆત કરી છે.

પોરબંદરના ખાપટ વિસ્તારના સુધરાઈ સભ્યલખમણભાઈ મુંજાભાઈ ઓડેદરા એ જીલ્લા પોલીસ અધિક્ષકને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, હું મારા વિસ્તારના નાગરીકોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક કાર્યો માટે છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી કાર્યરત છું. કેટલાક નામચીન બુટલેગરો ખાપટ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો બેફામ વેપાર કરે છે. ખાપટના તમામ વિસ્તારમાં ગલી-મહોલ્લામાં આ નામચીન બુટલેગરો દેશી-વિદેશી દારૂ વિના રોકટોક વહેચી રહ્યા છે. પહોચાડી રહ્યા છે. અને ઘરે ઘરે સર્વિસ પણ તેમના મળતીયાઓ આપી રહ્યા છે. આ તમામ કૃત્યો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની મીઠી નજર હેઠળ થઈ રહેલ છે.

આ બાબતે અગાઉ પણ મેં સરકારમાં અનેક વખત રજુઆતો કરેલ છે. અને આ વિસ્તારમાં આ દારૂના વ્યસનીઓ લુખ્ખા તત્વોના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.ગલી-મહોલ્લામાં મા-બહેન-દીકરીઓની સલામતી નથી. અને તે માાટે માત્ર ને માત્ર ઉદ્યોગનગર પોલીસ જવાબદાર છે. પોલીસ પ્રજાનું રક્ષણ નહી કરે તો કોણ કરશે?. આ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ/કર્મચારીઓ ખુબજ મોટા પ્રમાણમાં હપ્તાઓ સામાવાળાઓ પાસેથી ઉઘરાવે છે. અને નામચીન બુટલેગરોઅને તેના સેંકડો મળતીયાઓ આ દારૂનો વેપલો ખુલ્લેઆમ કરી રહ્યા છે. તેવો ખુલ્લો આક્ષેપ લખમણભાઈ ઓડેદરાએ કર્યો છે.

અમારી માંગણી છે કે, શહેર પોરબંદરમાં જેટલો દારૂ વેચાય છે તેના કરતા પણ વધુ દારૂ આ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નીચે આવતા વિસ્તારોમાં વેચાય છે. જેથી આપ સમક્ષ માંગણી છે કે, બુટલેગરો તેમજ તેમના મળતીયાઓને સખ્ત સજા કરવામાં આવે અને તેમની ઉપર ગુન્હાઓ દાખલ કરી, તેઓને તડીપાર કરવામાં આવે તો જ આ વિસ્તારના લોકો સુખ,શાંતીથી રહી શકશે.પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અનેક પી.એસ.આઈ.ઓની બદલી થયેલ છે. પરંતુ કોઈ પ્રામાણિક અને કાયદાનું સખ્ત રીતે ભાન કરાવે તેવો અધિકારીની પોસ્ટીંગ થતી નથી, જેથી બાહોશ અને પ્રામાણિક અને નીડર અધિકારીની નિમણુંક થાય તેવી પણ અમારી માંગણી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે