પોરબંદર જીલ્લા માં ૪૮૦ હેક્ટર માં કેસર કેરી નું વાવેતર છે. જેમાં આ વર્ષે આકરી ઠંડી અને આકરી ગરમી ના કારણે અડધા થી વધુ પાક માં નુકશાન થયું છે. જેના લીધે કેસર કેરી ની આવક દર વર્ષ કરતા ઓછી થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
પોરબંદર: જિલ્લાના બરડા પંથકની કેરી ખૂબ ફેમસ છે બરડા વિસ્તારમાં આવેલા ખંભાળા, હનુમાનગઢ, આદિત્યાણા, કાટવાણા,મોડપર વગેરે વિસ્તારોમાં કેરીના બગીચાઓ આવેલા છે, આ વિસ્તારની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. ગીરની કેરી કરતા બરડા વિસ્તારની કેસર કેરી વધુ રસદાર અને મીઠી તેમજ મોટું ફળ હોય છે. કાળી માટીના કારણે કેસર કેરીનો પાક ગીર કરતા સારો હોય છે.જેથી બરડાની કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થઇ રહી છે પરંતુ આ વર્ષે વાતાવરણ માં ફેરફાર ના કારણે કેસર કેરી ના પાક ને વ્યાપક નુકશાન થયું છે જેના લીધે પાક અડધા થી પણ ઓછો બજાર માં આવે તેવી શક્યતાઓ છે.
બાગાયત અધિકારી બી એ અડોદરીયા એ જણાવ્યું હતું કે ૪૮૦ હેક્ટર માં કેસર કેરી નું વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, બોરડી, આદિત્યાણા ના અમુક વિસ્તાર વગેરે માં પુષ્કળ વાવેતર થયું છે જેમાં ત્રણ ફેઝ માં ફલાવરીંગ થયું હતું સામાન્ય રીતે ડીસેમ્બર માં ફલાવરીંગ હોય તેના બદલે ૧૫ નવેમ્બર પછી ફલાવરીંગ થયું હતું ત્યારે ઠંડી વધુ હોવાથી ફલાવરીંગ સારું હતું અને ડીસેમ્બર એન્ડ માં ફ્રુટ સેટ થવાનું હોય ત્યારે દિવસ અને રાત ના તાપમાન માં મોટો ફેરફાર જોવા મળ્યો હતો જેમાં દિવસ ના ગરમી વધુ અને રાત્રે ઠંડી વધુ હોવાના લીધે ફ્રુટ સેટ થઇ શક્યું ન હતું અને ફલાવરીંગ સુકાઈ ગયું હતું ત્યાર બાદ જાન્યુઆરી ની શરુઆત માં માં સેકન્ડ ફેઝ ફલાવરીંગ આવ્યું જે હાલ માં ટક્યું છે પરંતુ તેમાં પણ ત્યારે પરિસ્થિતિ આ જ હતી જયારે ફેબ્રુઆરી માં ત્રીજા ફેઝ નું ફલાવરીંગ થયું હતું જેનું ફ્રુટ સેટ થયું પરંતુ પીળું પડી ખરી ગયું છે આથી પાકમાં અડધા થી વધુ ઘટાડો થયો છે અને ૪૦ થી ૫૦ ટકા જ પાક બજાર માં આવશે. ખેડૂતો એ પણ એવું જણાવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પાક થશે અને કેરી ની સારી એવી આવક થશે તેવી આશા હતી પરંતુ તે આશા ઠગારી નીવડી છે ખર્ચ પણ નીકળે તો સારું તેવી સ્થિતિ છે.
યાર્ડ ખાતે પણ આવક ઓછી
યાર્ડ ખાતે વર્ષો થી કેરી નો વ્યવસાય કરતા નીતિનભાઈ દાસાણી એ એવું જણાવ્યું હતું કે આજે કેસર કેરી ના ભાવ કિલો ના ૧૦૦ થી ૨૦૦ જેવા હતા અને ૧૨૫ બોક્સ ની આવક થઇ છે શરુઆત માં ફૂટ સારી હોવાથી એવું અનુમાન હતું કે માલ પુષ્કળ આવશે પરંતુ દોઢ માસ પૂર્વે ઝાકળ ના કારણે પાક ને નુકશાન થયું હતું ઉપરાંત વાતાવરણ ને લઇ ને ફલાવરીંગ ખરી જતા ગયા વર્ષ કરતા પણ માલ બજાર માં ઓછો આવે તેવી શક્યતા છે આથી ભાવ માં પણ ઘટાડો જોવા નહી મળે અને ભાવો જળવાઈ રહે તેવી શક્યતા છે.





