પોરબંદરમાં સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના કરવામાં આવી છે.
પોરબંદરમાં પુજય સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધુભવન ઝુલેલાલ મંદિર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મિટિંગમાં પોરબંદર જનરલ યુવા સેના ની રચના કરવા માટે ચર્ચા કરાઈ હતી મિટિંગમાં યુવા સેનાનું ગઠન કરવામાં આવ્યું હતું. જેના હોદ્દેદારોમાં પ્રમુખ લક્ષ્મણભાઈ નાનકરાય સખિજા,ઉપપ્રમુખ નીતિનભાઈ શ્રીચંદભાઈ ભાવનાણી,સેક્રેટરી અનિલભાઈ વાસુદેવ ચૈનાણી, જોઈન્ટ સેક્રેટરી જીતુભાઈ નારણભાઈ સખિજા, ખજાનચી અનિલભાઈ ચીમનાણી, સહખજાનચી યશ મુરલીધર વાલેચા, સોશિયલ મીડિયા સુમિત આહુજા ની નિમણુક કરાઈ હતી.
આ બધા હોદ્દા સર્વ સંમતિથી યુવા સેનાએ નક્કી કરેલ અને તે લોકોને પોરબંદર સિંધી જનરલ પંચાયત તરફ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. સમાજને અને સમાજલક્ષી કાર્ય કરવા માટે યુવા સેના અને પોરબંદરના સિંધી સમાજના આગેવાનોએ હાજર રહીને ખૂબ ખૂબ અભિનંદન પાઠ્ય હતા અને પોરબંદર પૂજય સિંધી જનરલ પંચાયત ના બધા આગેવાનો તરફ થી ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.
ઉપરાંત સિંધી સમાજના વેપારીઓને જે કોઈ પણ તકલીફ હોય તેના નિરાકરણ અને વેપાર ધંધા ના વિકાસ માટે વેપારી સંગઠન ની પણ રચના કરાઈ હતી જે 24 કલાક સમાજના વેપારીઓ માટે હાજર રહેશે તેવી ખાતરી અપાઈ હતી જે ટીમ ના હોદેદારો માં પ્રમુખ તરીકે રવિભાઈ નેભનાણી,ઉપપ્રમુખ તરીકે શ્રીચંદ્ભાઈ સરવાણી,સેક્રેટરી હેમેનભાઈ ભાવનાણી,જોઈન્ટ સેક્રેટરી મુરલીભાઈ વલેચાં, ખજાનચી તરીકે જીતુભાઈ મુલચંદની ની વરણી કરાઈ છે આ વેપારી સંગઠન હેઠળ સિંધી સમાજના 150 જેટલા વેપારીઓએ પોતાની નોંધણી કરાવી છે.નવ નિયુક્ત હોદેદારો ને સિંધી જનરલ પંચાયત તરફ અભિનંદન પાઠવ્યા હતા
