વાઇલ્ડ લાઈફ વીક ૨૦૨૨ અંતર્ગત વનવિભાગ, પોરબંદર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય છાંયા-પોરબંદર ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું
વનવિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત તારીખ ૮ ઓક્ટોબરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાંયા ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલ હતું.આ સ્પર્ધાઓમાં વિધાર્થીઓને બિરદાવવા માટે પોરબંદર વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટર મહેન્દ્રભાઇ ચૌહાણ, બીટ ગાર્ડ ડી.કે. ઓડેદરા, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના આચાર્ય વિપુલભાઈ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નિબંધ સ્પર્ધા ના વિજેતાઓ ને વનવિભાગ, પોરબંદર ( ગુજરાત સરકાર) દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓના નામ આ મુજબ છે.
પ્રથમ નંબર :- અપારનાથી પ્રીતિ
દ્વિતીય નંબર :- મોઢા કશ્યપ
તૃતિય નંબર :- રાઠોડ જીત
સમગ્ર સ્પર્ધાઓનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય ના તમામ શિક્ષકો ના સાથ સહકાર થી કરવામાં આવ્યું હતું . જેમાં તમામ શિક્ષકોએ તેની કામગીરી સંપૂર્ણ નિષ્ઠા થી બજાવેલ હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રીભાનુપ્રકાશદાસજીએ વિજેતા વિધાર્થીઓને તથા આચાર્ય વિપુલભાઈ બારૈયા અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા




