પોરબંદર ના બળેજ ગામે ખાણ માંથી ૯૧ લાખ ની વીજચોરી ઝડપાઈ છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ ને જાણ કરવામાં આવતા તેના દ્વારા ટ્રક ચકરડી સહિતનો ૪૦ લાખ ની કીમત નો મુદામાલ કબ્જે કરાયો છે.
પોરબંદર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા રેકી કરી અને મળેલી માહિતીના આધારે બળેજ ગામમાં વહેલી સવારે ખાણ વિસ્તારમાં ૪ વીજ ટુકડીઓ દ્વારા પોલીસ ને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાલુ મેરામણ કેશવાલાની ખાણમાં વીજ ચેકિંગ કરતા પીજીવીસીએલની ટીમ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે અહી પીજીવીસીએલની ૧૧ કેવી લાઈનમાં ૧૦૦ કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી ડાયરેક્ટ લંગરીયુ નાખી ગેરકાયદેસર વીજ વપરાશ થઇ રહ્યો હતો. આથી કંપનીના નિયમ મુજબ વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી રૂ ૯૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પીજીવીસીએલ ટીમે સ્થળ પર થી વીજ ચોરી માટે વપરાશમાં લેવાયેલ ૧૦૦ કેવીનું ૧ પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર તથા ૧૦૫ મીટરનો વીજ વાયર પણ જપ્ત કર્યો હતો. તથા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેના દ્વારા પણ સ્થળ પર તેની ખાતાકીય કાર્યવાહી કરી અને પથ્થર કટીંગ માટે વપરાતી ૬ ચકરડી, મશીન, ર, ટ્રક અને ર ટ્રેક્ટર પણ જપ્ત કર્યા છે અને સ્થળ પર સર્વે ની કામગીરી હાથ ધરી છે.







