પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજચોરી સામે મેગા ડ્રાઈવ નું આયોજન કરાયું હતું જેમાં ૧૩ લાખ ની વીજચોરી ઝડપાઈ છે.
પોરબંદર પીજીવીસીએલ દ્વારા વધુ વીજલોસ આવતો હોય તેવા વિસ્તાર માં વીજચોરી અંગે મેગા ડ્રાઈવ નું આયોજન કરાયું હતું. તે અંતર્ગત સવારે એસ આર પી ની ૧૩ ટુકડીઓ ને સાથે રાખી પીજીવીસીએલ ની ૩૦ ટીમો દ્વારા બરડા પંથક ના ભોમીયાવદર,પારાવાળા,મોરાણા ,કાટવાણા,વિંજરાણા ,ખીસ્ત્રી,ગોઢાણા,આદીતપરા,આદિત્યાણા વિસ્તારો માં ચેકિંગ હાથ ધરાયું હતું.
જેમાં ૪૭૪ વીજ જોડાણ નું ચેકિંગ કરતા ૭૮ વીજ જોડાણ માં ગેરરીતી સામે આવી હતી જેમાં મુખ્યત્વે ડાયરેક્ટ લંગર નાખી વીજમીટર બાયપાસ,વગર મીટરે વીજવપરાશ વગેરે સામે આવ્યું હતું. આથી ૧૩.૫૧ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ ના પગલે વીજચોરો માં ફફડાટ જોવા મળે છે. આ ચેકિંગ આગામી સમય માં પણ ચાલુ રહેશે તેવું પીજીવીસીએલનાં સુત્રો એ જણાવ્યું હતું.