પોરબંદર જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત ના નવા હોદેદારો ની વરણી કરાઈ છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા મહિલા ની પસંદગી કરાઈ છે.
પોરબંદર જીલ્લા પંચાયત ના પ્રમુખ મંજુબેન કારાવદરા ની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતા આજે નવા પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના હોદેદારો ની વરણી કરાઈ છે જેમાં પ્રમુખ તરીકે પરબતભાઈ મસરીભાઈ પરમાર,ઉપ પ્રમુખ તરીકે ભારતીબેન શાંતિલાલ ભુવા અને કારોબારી ચેરમેન તરીકે આવડાભાઈ ઓડેદરા ની વરણી કરાઈ છે જયારે પોરબંદર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે બખરલા સીટ ના સદસ્ય લીરીબેન હાથીયાભાઈ ખુંટી ની પસંદગી કરાઈ છે તેઓ ત્રીજી વખત ચૂંટાયા હોવાથી અનુભવી હોવાના કારણે તેઓની પસંદગી થઇ હોવાનું જાણવા મળે છે જયારે ,ઉપ પ્રમુખ તરીકે અરજણભાઈ સુકાભાઈ કુછડીયા કુછડી અને કારોબારી ચેરમેન તરીકે વિરમભાઇ ચુંડાવદરા ની વરણી કરાઈ છે.
જયારે રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે મંજુબેન રામભાઈ બાપોદરા ની વરણી કરાઈ છે તેઓ બાપોદર બેઠક પર થી પ્રથમ વખત જ તાલુકા પંચાયત ની ચૂંટણી લડ્યા હતા અને જીલ્લા માં સૌથી વધુ લીડ થી જીત્યા હતા. જયારે ઉપ પ્રમુખ તરીકે જસુબેન હીરાભાઈ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે દુધીબેન રણમલભાઈ ભેડા ની વરણી કરાઈ છે કુતિયાણા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે જીવતીબેન ભરતભાઈ પરમાર ની વરણી કરાઈ છે તેઓ મહિયારી બેઠક પર થી બીજી વખત ચૂંટણી જીત્યા હતા જયારે ઉપ પ્રમુખ તરીકે મસરીભાઈ નાથુભાઈ ગાગલીયા અને કારોબારી ચેરમેન તરીકે રામદેભાઇ રણમલભાઈ દાસા ની વરણી કરાઈ છે નવ નિયુક્ત હોદેદારો પર અભિનંદન વર્ષા થઇ હતી અને તેઓએ પ્રજા ના વિવિધ પ્રશ્નો નું નિરાકરણ કરવા ખાતરી આપી હતી ઉલ્લેખનીય કે ત્રણેય તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત માં ભાજપ નું સાશન છે ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના આગેવાનો એ પણ નવનિયુક્ત હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા.