પોરબંદર ના શ્રીનગર ગામના પાટિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધ નું મોત થયું હતું પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના શ્રીનગર ગામે વણકરવાસ માં રહેતા નાગાજણભાઈ દેવાભાઈ વિકમા (ઉ.વ.૩૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા ગઈ કાલે સાંજે બાઈક લઇ ને વિસાવાડા થી આવી રહ્યા હતા ત્યારે શ્રીનગર ગામના પાટિયા પાસે તેમના બાઈક ને અકસ્માત થયો હોવાનું જાણવા મળતા તે તુરંત ત્યાં દોડી ગયા હતા ત્યાં તેના પિતા દેવાભાઈ હાઈવે રોડની સાઈડમાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા નજીક માં જ તેનું બાઈક પણ તૂટેલી હાલત માં જોવા મળ્યું હતું અને તેના ૨૦૦ થી ૨૫૦ ફુટ દુર રાતડી ગામ બાજુ સફેદ કલરની ફોર્ડ કાર પણ અકસ્માતગ્રસ્ત હાલત માં જોવા મળી હતી એમ્બ્યુલન્સ મારફત તેના પિતા ને સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આથી તેઓએ કાર નંબર જીજે -૦૧ –કે એફ -૧૭૩૨ ના ચાલક સામે કાર પુરઝડપે માનવ જીદંગી જોખમાય તે રીતે ચલાવી તેના પિતા ના બાઈક ને પાછળના ભાગે ઠોકર મારી ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી નાસી જવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે