Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ગંભીર અકસ્માત સર્જનારા ૧૩૪ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ

પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત સર્જનારા ૧૩૪ વાહન ચાલકો ના ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોરબંદર જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે અકસ્માત સર્જનાર બેદરકાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વિવિધ માર્ગો ઉપર વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા અને માનવ જીંદગી બચાવવા બેદરકાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તેમના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં વર્ષ ૨૦૨૩ માં કુલ-૩૬ તથા વર્ષ-૨૦૨૪ ના વર્ષમાં કુલ-૫૭ તેમજ વર્ષ-૨૦૨૫ માહે-૨૮-ફેબ્રુઆરી માસ સુધીમા કુલ-૦૯ ફેટલ વાહન અકસ્માતના બનાવો બનવા પામેલ છે.

જીલ્લામાં વધુ પડતા વાહન અકસ્માતોમાં ૨૦ થી ૪૦ વયના યુવાનો વાહન અકસ્મતમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવા બેદરકાર વાહનચાલકો માર્ગ ઉપર બેફામ રીતે પોતાનું વાહન ન ચલાવે તે માટે પોરબંદર જીલ્લા પોલીસ દ્રારા સઘન પેટ્રોલીંગ રાખી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો સામે બ્રિથ એનાલાઇઝર્સ મશીનથી ચેક કરી આવા વાહન ચાલકો વિરૂધ્ધમાં MVACT 185 મુજબ ગુન્હા દાખલ કરવામાં આવે છે. અને પોલીસ તપાસ દરમ્યાન આવા બેદરકારીથી વાહનચલાવનાર વાહન ચાલકોનું ડ્રાયવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ જેમાં પોરબંદર RTO કચેરી દ્વારા સને-૨૦૨૩માં કુલ-૭૬ તથા સને-૨૦૨૪-માં કુલ-૫૮ વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

તેમજ CCTV કેમેરા તથા સ્પીડનગના ના માધ્યમથી દરરોજ માર્ગ ઉપર વધુ ગતિથી તથા રોગ સાઇડમાં ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને માર્ગ ઉપર અનઅધિકૃત રીતે પાર્ક કરેલ વાહનોને હટાવી તેમજ વાહન અકસ્માત અટકાવવાના ઉપાયોમાં જે વાહનોમાં પાછળ રીફલેક્ટીવ પટ્ટા ન લગાવેલ હોય તેવા વાહનોમાં રીફલેક્ટીવ પટ્ટા લગાવવાની કામગીરી કરવામાં આવે છે તેમજ રોડ વચ્ચે બેઠેલ રખડતા પશુ ના ગળામાં રીફલેક્ટીવ પટ્ટા બાંધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે.

આમ છતા માર્ગ ઉપર બેદરકારી રીતે વાહનચલાવતા અને અકસ્માતો કરતા બેદરકાર વાહનચાલકોના ડ્રાયવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવે છે વધુમાં આવા અકસ્માતના બનાવો ન બને અને કોઇ માનવની જિંદગી બચે તેવા હેતુથી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ અધિકારીઓને સુચના કરી વધુ ગતિથી તથા રોંગ સાઇડમાં ચલાવતા વાહનચાલકોને વધુમાંવધુ શોધી તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે