પોરબંદર ની નવયુગ વિદ્યાલય શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બે પીવાના પાણીના કૂલર અને ફીલ્ટર પ્લાનનું દાન આપવામાં આવ્યું છે
પોરબંદર શહેરની જૂની તેમજ કવિ સ્વ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત તેમજ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલય પોરબંદરના જૂના વિદ્યાર્થીઓ ધીરેન્દ્રભાઇ મદલાણી (હાલ કેનેડા) અને નવનીતભાઇ મદલાણી (પોરબંદર) એ નવયુગના માધ્યમિક અને સામાન્ય પ્રવાહ એમ બંને વિભાગમાં અભ્યાસ કરતા આશરે 900 જેટલા વિદ્યાર્થીઓને પીવા માટે શુધ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે હાઇ કેપેસીટીના બે કૂલર પ્લાન્ટ અને બે ફીલ્ટર પ્લાન્ટ જેની કિંમત આશરે રૂ.1,25,000 થાય છે. તે શાળાને દાન આપેલ છે. આ બંને વિદ્યાર્થીઓએ જણાવ્યા મુજબ તેઓના જીવન નિર્માણમાં આ શાળાનું અદભૂત યોગદાન રહેલ છે. જેનું સંપૂર્ણ ઋણ ક્યારેય ચૂકવી ન શકાય પરંતુ તેઓ આ ઋણ ચૂકવવા યથાશક્તિ પ્રયત્ન કરી તેઓ વિદ્યાર્થીઓની સુવિધા માટે આ યોગદાન આપી રહેલ છે. બંને પૂર્વ વિદ્યાર્થી દાતાઓએ વિદ્યાર્થીઓ માટે આપેલ આ સુવિધા બદલ નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઇ પુરોહિતે અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારોએ આભાર માનેલ હતો.