પોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં ડી.એન.બી.ની સીટોને મંજૂરી છે.
પોરબંદર ની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જુન, જુલાઈ-૨૦૨૪માં અલગ-અલગ વિભાગમાં ડી.એન.બી.ની સીટ ચાલુ કરવા માટે અરજી કરવામાં આવી હતી.જેનું ૨૦૨૫માં નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દિલ્લી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. ડી.એન.બી.ના એસેસર દ્વારા હોસ્પિટલના વિવિધ ડોક્યુમેન્ટસ તથા ડેટાની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી , જેમાં ઓ.પી.ડી. ઈન્ડોર, મેજર અને માઈનર ઓટી, ઇમરજન્સી વિભાગમાં પેશન્ટના એડમિશનના ડાટા વગેરે. એસેસર દ્વારા હોસ્પિટલનો રાઉન્ડ લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની બારીકાઈ પૂર્વક ચકાસણી કરી હતી ઇન્સ્પેકશન થયા બાદ જનરલ સર્જરી વિભાગ ૧ સીટ અને ઈ.એન.ટી. વિભાગને સીટર (૧ ડીએનબી, ૧ પોસ્ટ ડિપ્લોમાં ડીએનબી) ની મંજુરી મળી છે.
મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમારે જણાવ્યું છે કે ડી.એન.બી.ની સીટોની મંજુરી મળતા હોસ્પિટલ ખાતે દર્દી લક્ષી સેવાઓમાં પણ વધારો થશે. તથા મેડિકલ કોલેજ અનુસ્નાતક સંસ્થા ગણાશે.ડી.એન.બી. વિધાર્થીઓ આવ્યા પછી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર ને ગુણવતામાં ઘણો સુધાર થશે. નવા-નવા ઓપરેશન ચાલુ કરવામાં આવશે. જેથી પોરબંદર અને આસ-પાસના જીલ્લાના દર્દીઓને ખાસ્સો લાભ મળશે.