રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,પોરબંદર દ્વારા સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ, તથા ચિત્ર સ્પર્ધા બે વિભાગમા યોજાશે.
જેમા ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમા આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનુ જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતાને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારના ખર્ચે લઇ જવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ અરજી કરવા માટે વેબસાઈટ dsoporbandar.blogspot.com પરથી અથવા અત્રેની કચેરીથી નિયત નમુના મુજબનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગત ભરીને સ્પર્ધક્નું આધાર કાર્ડ સાથે જોડી તા. ૧૫ જાન્યુઆરી બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,”ગાંધી સ્મૃતિ ભવન” કનકાઈ મંદિર પાસે,ચોપાટી રોડ,પોરબંદર ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.