Friday, May 9, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ચકચારી બનેલા અપહરણ તથા મારા મા૨ીના કેસમાં સાજણ ઓડેદરા ને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરમાં થોડા દિવસ પહેલા અતિ ચકચારી બનેલા અપહરણ અને મારા મા૨ીનો કેસ કે જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વા૨ા એક જ બનાવની ૩–૩ એફ. આઈ. આર. ફાડેલી હોય અને પોલીસ રક્ષણ નીચે રહેલા સાજણ પુંજા ઓડેદરા દ્વા૨ા મોટો ગુન્હો કરેલો હોય તે રીતે ચકચારી બનેલ હતું. અને રેકર્ડ ઉપરની હકિકત મુજબ પ્રથમ ફરીયાદ સાજણ પુંજા ઓડેદરા સાથે પોલીસ રક્ષણ માં રહેલા પોલીસ કર્મચારી વિપુલ ઉકાભાઈ દ્વારા કેફીપીણુ પીધેલ હોવાનું જણાવી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલો હતો.

ત્યારબાદ તે જ પોલીસ કર્મચારી દ્રારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, સાજણ પુંજા ઉપરાંત હર્ષલ તથા હેમાંગ તથા ક૨ણ ઓડેદરા એ અંદરો અંદર બખેડો કરી સામ સામી બોલાચાલી કરી, સામ સામી મારા મારી કરી ઝગડો કરેલો હોય તેવી ફરીયાદ નોંધાવેલી હતી. અને તે જ બનાવ અન્વયે અને તે જ બાબત અન્વયે ત્રીજી ફ૨ીયાદ તા.૧૬ -૧૦-૨૦૨૩ નાં૨ોજ ઈજા પામનાર કરણ મુરૂભાઈ ઓડેદરા દ્વારા સાજણ પુંજા ઓડેદરા તથા અન્યો સામે તેને માર મારવાની ફરીયાદ નોંધાવેલી હતી.

અને તે રીતે એક જ બનાવમાં ૩–૩ ફરીયાદ થતા આ બનાવ ચક્ચારી બનેલો હતો. અને તે સંદર્ભે ત્રીજી એફ. આઈ. આર. માં કે જે કરણ ઓડેદરા એ લખાવેલ છે. તેમાં તેના અપહરણ અને મારા મારી ની ફરીયાદ હોવાના કા૨ણે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી. અને તેમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીંગરખીયા દ્વારા વિગતવાર દલીલ ક૨ી ૨જુઆત ક૨ેલી હતી. કે, કાયદાની જોગવાઈ મુજબ એક જ બનાવ સંબંધે ૩ અલગ અલગ એફ. આઈ. આર. ફાડી શકાય નહીં. તેમાં પણ પોલીસ કોન્સ્ટેબલ દ્રારા કે જે કાયદાના જાણકાર હોય તેઓએ એક જ બનાવની બે ફરીયાદ લખાવેલી હોય અને તે જ બનાવમાં પછી ઈજા પામનાર ને સાહેદ બનાવવાના બદલે તે જ પોલીસ સ્ટેશન દ્રારા ત્રીજી એફ. આઈ. આર. ફાડતા પોલીસ ડીપાર્ટમેન્ટ કોઈપણ રીતે સાજણ ઓડેદ૨ા ને હેરાન કરવા માંગતી હોય તેથી જ એક ને એક બનાવની ૩ ફરીયાદો ફાડેલ છે.

એટલુ જ નહીં ફરીયાદી કરણ ઓડેદરા એ ડોકટર સમક્ષ ની હીસ્ટ્રીમાં પોતે મોટર સાયકલ ઉપરથી સ્લીપ થઈ જતા ઈજા થઈ હોવાનું જણાવેલુ હોય અને તે રીતે પણ ખોટી ફરીયાદ હોવાનું રેકર્ડ ઉ૫૨થી ફલીત થતુ હોય એટલુ જ નહીં સાજણ પુંજા પોલીસ રક્ષણમાં હોય તેથી કોઈનુ અપહરણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અને તે રીતે જયારે ખોટી એફ. આઈ. આર. ફાડવામાં આવેલી હોય ત્યારે આરોપીને જેલમાં રાખી શકાય નહીં. અને આરોપીને પાસામાં પુરવાના હેતુથી જ ખોટી ૩-૩ એફ. આઈ. આર. ફાડેલી હોય જે પોલીસની ભુમીકા શંકાસ્પદ હોય અને મુળ ફરીયાદીએ કરેલુ સોગંદનામું પણ પોલીસની સુચનાથી કરેલ હોવાનું ફલીત થતુ હોય અને તેમાં ફરીયાદ સિવાયની વિગત દર્શાવેલી હોય જે માની શકાય તેમ ન હોય તેવી વિગતવાર દલીલ કરતા કીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આ૨ોપી વતી ભરતભાઈ લાખાણી, એમ. જી. શીંગરખીયા, એન. જી. જોશી, પંકજ પ૨મા૨ તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે