કોસ્ટગાર્ડ ના ડીજી ચાર દિવસ ના ગુજરાત ના પ્રવાસે છે ત્યારે તેઓએ ઓખા ખાતે મેરીટાઇમ એક્વેટીક સેન્ટર નું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારતીય કોસ્ટગાર્ડના ૨૫ માં મહાનિર્દેશક ડીજી રાકેશ પાલ,પીટીએમ, ટીએમ એ આજે 1 ના રોજ તટરક્ષિકા પ્રમુખ શ્રીમતી દીપા પાલ સાથે ઓખા ખાતે ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ, કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (ઉત્તર ગુજરાત) ની મુલાકાત લીધી હતી અહી તેઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ અને કોસ્ટગાર્ડ ની ઓપરેશનલ સજ્જતા અને માળખાકીય વિકાસની સમીક્ષા કરી હતી.
શ્રીમતી દીપા પાલે કોસ્ટ ગાર્ડના કિન્ડરગાર્ટનનું ઉદ્ઘાટન કર્યું હતું જયારે ડીજી એ કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (ઉત્તર ગુજરાત) ખાતે મેરીટાઇમ એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું . તેઓએ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમની મહેનત અને પ્રતિબદ્ધતાને બિરદાવી હતી શ્રીમતી દીપા પાલે તમામ મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને કોસ્ટગાર્ડ કર્મચારીઓને સતત સહયોગ આપવા બદલ મહિલાઓને અભિનંદન આપ્યા હતા આજે તા 2 ના રોજ તેઓ પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ની મુલાકાત લેશે


