પોરબંદર પાલિકા ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી 4 ધંધાર્થીઓ પાસે હતી રૂ 5 હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર છાયા નગરપાલિકાની કુડ ચેકીંગ અંગેની ટીમ દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણ કરતા તમામ ધંધાર્થીઓ નું ચેકીંગ કરવામાં આવે છે. અને ફુડ સેફટીના નિયમોનુ પાલન કરવા સુચના આપવામાં આવે છે. ત્યારે ખીજડી પ્લોટ ,એમજી રોડ સહીત ના વિસ્તારો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એમ જી રોડ પર આવેલ ડી.કે.પાર્સલ પોઈન્ટ ખાતે થી વાસી ભાત તથા મંચુરીયન નો 4 કિલો નો જથ્થો મળી આવતા તેનો નાશ કરી અહી ચેકીગ દરમ્યાન બીજી વખત ક્ષતિ સામે આવતા રૂ ૨૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. જયારે છાયા રોડ નજીક આવેલ ફુડ અડા,ખીજડી પ્લોટ નજીક આવેલ રેડ રોઝ ફાસ્ટફુડ ખાતે પ્રીમાઈસીસ માં અસ્વચ્છતા તથા ઉઘાડા ખાદ્યપદાર્થ મળી આવ્યા હતા. તથા કમલાબાગ પાસે આવેલ જલારામ બેકરી ખાતે પણ ઉઘાડા ખાદ્ય પદાર્થ રાખેલા હોવાથી ત્રણેય ધંધાર્થી ને રૂ ૧-૧ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.