પોરબંદરના છાંયા વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંચાલીત નર્સિંગ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલની દિવાલ પાસે જ મોબાઈલ ટાવર આવેલો છે, ત્યારે તેના રેડીયેશનને લઈને વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે, જે અંગે શિવસેનાની વિદ્યાર્થી પાંખ દ્વારા ઉચ્ચ કક્ષાાએ રજુઆત કરવામાં આવી છે.
છાંયા વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંચાલીત નર્સિંગ હોસ્ટેલનું નવનિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે હોસ્ટેલની બાજુમાં જ મોબાઈલ ટાવર આવેલો છે. જે અંગે શિવસેનાની વિદ્યાર્થી પાંખ દ્વારા ઉચ્ચ કક્ષાાએ રજુઆત કરી જણાવ્યું છે કે પ્રાપ્ત માહિતી મુજબ રેડીયેશનને કારણે યાદશકિતમાં ઘટાડો તેમજ ભવિષ્યમાં કેન્સરની બિમારીઓ થઈ શકે તેવી શકયતાઓ રહેલી છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઓના હિતમાં આ ટાવર હટાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાંખ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અનેક કાર્ય કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં પણ જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી ના માર્ગદર્શન મુજબ જિલ્લા પ્રમુખ અર્જુન જાડેજા, શહેર પ્રમુખ નેહા ઓડેદરા અને શહેર ઉપપ્રમુખ સેજલ ગોસ્વામી સહિતના વિદ્યાર્થી આગેવાનોએ ઉપસ્થિત રહી રજુઆત કરી હતી…