Sunday, December 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

નિસ્વાર્થ સેવાના ભેખધારી પોરબંદર ના સીમર ગામના મુળુભાઈ સીડા નું અવસાન થતા ઘેરો શોક

મુળુભાઈ સીડા સીમર ગામના લીરબાઈ સેવા સમિતિના પ્રમુખ પદે હતા. અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના વ્યસન મુક્તિ સમિતિના પ્રમુખ હતા. 65 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થતાં સમગ્ર પંથક માં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

મુળુભાઈએ તેમની અડધી જિંદગી લોકોના આયુર્વેદિક પદ્ધતિ અને દેશી દવા થી દુઃખ દર્દ માં સેવા કરેલી. બરડો ડુંગર અને ગિરનાર ડુંગર તેમાં આયુર્વેદિક વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં પથરાયેલ છે. અને મુળુભાઈ આ બંને ડુંગરોમાં ફરી વળી આયુર્વેદિક વનસ્પતિ ઘરે લાવી તેમને વાટી અને દેશી દવા જરૂરિયાત મંદોને વિનામૂલ્યે આપતા. તેમજ અમુક દેશી દવા ગાંધીની દુકાને થી વેચાતી લેતા. તે પણ નહીં નફો નહીં નુકસાન તે ધોરણે આપતા.

ઉપરાંત તેઓએ સીમર ગામે સ્મશાનમાં ખૂબ જ તથા મહેનત કરી સંપૂર્ણ વ્યવસ્થાથી સ્મશાન નું કામ કરાવેલ. ઉપરાંત તેઓ વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવતા જેમાં અનેક યુવકો ને વ્યસનથી કાયમીને માટે મુક્ત કરાવેલ છે. ઉપરાંત તેઓને અનેક મહાનુભાવો અને સંતો જેમકે રમેશભાઈ ઓઝા, જુનાગઢ ગીરનાર ના શેરનાથ બાપુ ઉપરાંત શિક્ષણ જગતના પ્રણેતા વિરમભાઈ ગોઢાણીયા, સમગ્ર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના હોદ્દેદારો રાજકીય અગ્રણીઓ સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ વિગેરે તરફ થી મુળુભાઈ નું સન્માન તેમજ પ્રમાણપત્રો આપી તેમની સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવામાં આવેલ.

ઉપરાંત કાના ભીમા રાણાવાયા નામના યુવાનને રક્તપિતનો ભયંકર રોગ લાગુ પડેલ અને હોસ્પિટલમાં પણ તેમના રોગને કાબુ ના આવતા મુળુ ભાઈએ આ દર્દીને દસ વરસ તેમના ઘરે રાખી દેશી આયુર્વેદિક વનસ્પતિની દવા થી તેમની સારવાર કરી મલમ પટ્ટી લગાડી આ દર્દીને સ્વસ્થ કરેલ. આજે મુળુભાઈ સીડા ના પિતા પરબતભાઈ સીડા 95 વર્ષની ઉંમરે પણ અડીખમ જીવન જીવે છે.અને મુળુભાઈ ના ચાર ભાઈઓ ત્રણ પુત્ર એક પુત્રી તેમના ધર્મપત્ની એમ 45 થી 50 પરિવારને મૂકી સ્વર્ગવાસ થતાં ખૂબ જ શોકનો માહોલ જોવા મળે છે.

મુળુભાઈ ની દેશી દવા માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મહાનગરો અને ગુજરાતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આ મહા માનવની આયુર્વેદિક દેશી દવા લેવા માટે માણસો સીમર ગામે આવતા અને તેની દવાથી 95% દર્દીઓને રાહત થતી. ઉપરાંત મુળુ ભાઈ સીડા પર્યાવરણ પ્રેમી અને સીમર ગામે અવારનવાર બ્લડ કેમ્પ નું આયોજન કરી બ્લડ પણ હોસ્પિટલોમાં વિનામૂલ્યે પહોંચાડતા તેમજ કોરોના ના કપરા સમયમાં તેઓએ મિથીલીન બ્લુ નામનું પ્રવાહી બનાવી ગામડે ગામડે વિનામૂલ્યે પહોંચાડતા હતા.

ઉપરાંત બરડા વિસ્તારમાં ઉકાળાનું પણ તેઓ આયોજન કરતા ઉપરાંત આકાશવાણી રાજકોટમાં પ્રસારિત થતો ગામનો ચોરો કાર્યક્રમમાં તારીખ 29 1 2022 ના રોજ વ્યસનમુક્તિ તેમજ સેવાકી પ્રવૃત્તિનો કાર્યક્રમ પ્રસારિત થયેલ. જેથી આ સેવાભાવી મુળુભાઈ સીડાની વસમી વિદાય થી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે