પોરબંદર ના ઓધવજી નથુભાઇ મોઢા શૈક્ષણિક સંકુલનો ‘નવોદય શુભારંભઃ રાસોત્સવઃ ૨૦૨૩ની થીમનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ રાસોત્સવ રવિવારની સલુણી સાંજે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઓ.એન. મોઢા વિદ્યાલયના બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા શૈક્ષણિક સંકુલના વિશાળ પટાંગણમાં ‘નવોદય શુભારંભ’ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધ્યમિક તેમજ ઉ.મા. વિભાગના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ અનેરા ઉત્સાહથી અવનવી કૃતિ રજૂ કરી હતી તેમાં ધોરણ ૯ થી ૧૨ની ૮ વિદ્યાર્થીનીએ ત્રણ કૃતિમાં ભાગ લઇ રંગ રાખી દીધો હતો.ફોકડાન્સ, “મૈં નયે ભારત કા ચહેરા હૂં તેમજ “સરપ્રાઇઝ” ડાન્સ દ્વારા ભારતની સંસ્કૃતિને આવરી લેતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. તેમજ ધોરણ ૯ના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણની ભક્તિ આધુનિક રીતે ‘ગો ગો ગોવિંદા’ ડાન્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો. સુરેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદે સંદિપભાઇ સોની આચાર્ય (વર્ગ-૨) સરકારી હાઇસ્કૂલ, રાણાવાવ ઉપસ્થિત રહેલા હતા. આ ઉપરાંત મહાનુભાવો ડો. અશોક ગોહેલ, ડો. અરુણ શાહ, કંચનબેન મોઢા, નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઇ પુરોહિત, ચાર્ટડ એકાઉન્ટન્ટ વિજયભાઇ ઉનડકટ, છાયા બર્ડાઇ બ્રાહ્મણસમાજના પ્રમુખ કેશવલાલ મોઢા, વિજયભાઇ અને તેજસભાઇ થાનકી, ગજાનન એકેડેમિકના સી.ઇ.ઓ. કમલભાઈ પાંઉ, કસ્તુરબા વિદ્યાલયના અનિલભાઇ બાપોદરા, કીર્તિદા બાપોદરા, આચાર્ય સાધનાબેન મોઢા, વી.જે. મોઢા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પરેશભાઇ સવજાણી, જે.વી. ગોઢાણીયા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળાના આચાર્ય પૂજાબેન મોઢાએ ઉપસ્થિત રહીને શાળાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડેલા હતા.
ટ્રસ્ટીમંડળના પ્રમુખ રજનીકાન્ત મોઢા, ઉપપ્રમુખ સુમનસિંહજી ગોહેલ, મેનેજીંગ ટ્રસ્ટી એમ.એમ. જોષી, એડવોકેટ અને એકટીવ ટ્રસ્ટી વિભૂતિકુમાર કે. મોઢા હાજર રહ્યા હતા. ટ્રસ્ટી નિરવકુમાર એમ. જોષી અમદાવાદ ખાતેથી ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા. દાતા પરિવારના પ્રતિનિધિ રંજનબેન રજનીકાંત મોઢાએ હાજર રહી સર્વેને પ્રોત્સાહિત કરેલા હતા. ડો. ભરત શાહ, ડો. જીતેન્દ્ર જોષી, ડો. જનક પંડિત, ચંપકલાલ વ્યાસ, કાન્તિલાલ મોનાણી, મહેન્દ્ર વિઠલાણી, હર્ષિત રૂઘાણી, દીપકભાઈ ઉનડકટ, ભરતભાઇ રાજાણી, હરીશભાઇગોહેલ, દેવીબેન અને બટુકભાઇ ઓડેદરા, નાથાભાઇ કોટેચા, દીપાબેન ચાવડા, ભાનુબેન કોટેચા સહુએ ઉપસ્થિત રહીને શાળાના સ્ટાફના તથા ફૂલવાડીના બાળકોને પ્રોત્સાહન પૂરા પાડેલા હતા.
ટ્રસ્ટીમંડળ વતી મેનેજીંગ ટ્રસ્ટી એમ. એમ. જોષીએ વાલીઓને અપીલ કરેલી હતી કે એપ્રિલ માસના અંતે વાલી મંડળની સભામાં તેઓ કેટલીક ‘રાહતો’ રજૂ કરશે. હાલની તકે શાળા સંકુલ એફ.આર.સી.એ માન્ય કરેલ ધોરણો મુજબની ફી વસૂલ કરે છે. તેના સ્થાને નવા શૈક્ષણિક સત્ર જૂન” ૨૦૨૩થી આ ફીમાં ધરખમ ઘટાડો કરી અને વાજબી તથા ન્યાયી ધોરણે ફી વસુલ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સર્વે ઉપસ્થિત મહાનુભાવો, વકીલો, શુભેચ્છકો, વેપારીવર્ગ,સ્નેહીજનો અને સ્ટાફ તથા વાલીઓ પાસેથી ‘માનસિક ટેકો” માંગેલ હતો. સર્વેનો આભાર વ્યકત કરી ટ્રસ્ટીમંડળ વતી ઋણસ્વીકાર કરેલો હતો. વાર્ષિકોત્સવ કાર્યક્રમની સૌપ્રથમ કૃતિ સ્વાગત ગીતની હતી ત્યારબાદ બાળપણની યાદ આવી જાય તેવા એલ.કે.જી., એચ.કે.જી.ના ટેડી બીચર, બાર્બીડોલ જેવા બાળકોએ કૃતિ રજૂ કરેલી હતી. કહેવત છે કે “જળ વિના તો જીવન શકય નથી.’ તો આવી ‘પાણી બચાવો’ની કૃતિ ધો-૧ અને ધો.૨ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ હતી.
“અસ્વસ્થ મનના તાપને જ ચંદન કરે છે એટલે જ આજે દુનિયા યોગને વંદન કરે છે.’ આમ યોગ દ્વારા યોગ પિરામીડની કૃતિ રજૂ કરેલ. શાળાના ધોરણ ૪માં અભ્યાસ કરતી થાનકી મિસ્ટીએ સ્વમેળે શીખેલ ડાન્સની કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ ધોરણ-૫,૬,૭,૮ના કુમારોએ શાળાની અદ્ભુત સફર કરાવતી એક નૃત્ય નાટિકા કૃતિ પ્રસ્તુત કરી હતી. આપણા હ્રદયમાં દેશપ્રેમ જાગૃત કરી દે તેવી એક શક્તિશાળી બાલિકાઓ દ્વારા ‘ભારત કી બેટી’ નામની કૃતિ ધોરણ ૪-૫-૬ની વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ હતી. આમ અંતે દરેક શિક્ષિકા બહેનો નવોદય શુભારંભ વાર્ષિકોત્સવ ના રંગમંચ પર આવી ને એક વસુધૈવ કુટુમ્બકમ જેવું વાતાવરણ ઉભું કર્યું હતું.