પોરબંદરની ઓદ્યોગિક વસાહતોમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મુશ્કેલી થતી હોવાની રજૂઆત જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફેર એસો. દ્વારા કરાઈ છે.
પોરબંદર જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફેર એસોસિએશનના મંત્રી ધીરૂભાઈ કક્કડે રાજકોટ જી.આઈ.ડી.સી કાર્યપાલક ઈજનેરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોરબંદર ઓદ્યોગિક વસાહતમાં હાલ ખુબ જ વરસાદ પડ્યો છે ત્યારે જ મોટા ભાગ ની સ્ટ્રીટ સ્ટ્રીટલાઈટ બંધ હાલત માં છે આથી વહેલીતકે રીપેરીંગ કરવી જરૂરી છે જીઆઇડીસી કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી મરામત અંગે જણાવ્યું છે જેને લીધે પ્રક્રિયામાં વાર લાગી છે અને હાલ વરસાદી માહોલ વચ્ચે ઉદ્યોગકારો અને રહીશો ને હેરાનગતિનો સામનો કરવો પડયો છે અંધારપટ હોવાથી મજુરો તેમજ માલિકો પાણી ભરેલું હોય તેવા વિસ્તારમાં જઈ શકતા નથી અને અકસ્માતનો ભય રહે છે.
હાલ આ આપતિજનક સમયમાં તાત્કાલિક નિર્ણય લઈ એસોસીએસનને કામ કરવાની મંજુરી આપવા માંગ કરી છે જેથી તાત્કાલિક કામ ચાલુ કરાવી અને ઉદ્યોગકારોને પડતી તકલીફમાં રાહત આપી શકાય વધુ માં જણાવ્યું છે કે આ વિસ્તારમાં હાલ જીવજંતુ વધુ પ્રમાણમાં નીકળતા હોય છે અને વહીવટ તંત્ર તરફથી પણ સાવચેતીના પગલા લેવા સુચન થયું હોવાથી લાઈટ ચાલુ કરવી જરૂરી છે,આ અંગે કોઈ મોટી સમસ્યા સર્જાશે તો તેની કોઈ જવાબદારી એસોસીએસનની રહેશે નહિ પરંતુ જવાબદાર અધિકારીની રહેશે તેમ પણ જણાવ્યું છે.