Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ન્યુડ કોલિંગ,ક્રેડીટ કાર્ડ,ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ના નામે રૂ ૩.૮૨ લાખ નો સાયબર ફ્રોડ:પોલીસે ૨.૫૭ લાખ ની રકમ પરત અપાવી

પોરબંદર જીલ્લા માં સાયબર ફ્રોડ ના ૪ બનાવ માં રૂ ૩.૮૨ લાખ ની છેતરપીંડી થઇ હતી જેમાંથી સાયબર ક્રાઈમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી રૂ ૨.૫૭ લાખ ની રકમ પરત અપાવી હતી.

પોરબંદર જેવા નાના શહેરો માં પણ હવે સાયબર ક્રાઈમ ના બનાવો વધી રહ્યા છે તેમાં પણ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલિંગ કરી ને પણ પૈસા પડાવવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઓનલાઈન ન્યુડ વિડીયો કોલિંગ કરી એક નાગરિક પાસે થી રૂ ૫૫૦૦૦ ની રકમ પડાવવામાં આવી હતી. જે પૈકી સાયબર ક્રાઈમ પોલીસે રૂ ૪૫,૫૩૮ ની રકમ પરત અપાવી છે.

એ સિવાય એક નાગરીકે પોતાના ક્રેડીટ કાર્ડ ટ્રાંઝેકશનના ઓ.ટી.પી. આપી દેતા રૂ.૯૭,૦૦૦/- નો ફ્રોડ થયો હતો જે પુરેપુરી રકમ પરત અપાવી છે,અન્ય બનાવમાં એક નાગરિકે રૂ.૧,૭૦,૦૦૦ ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટમાં ગુમાવ્યા હતા જે પૈકી રૂ.૫૫,૧૧૧ પરત અપાવ્યા છે એ સિવાય એક નાગરિકે ફેસબુક પેજ પર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની જાહેરાત જોઈને ઓનલાઈન બુકીંગમાં રૂ.૬૦,૦૦૦ ગુમાવ્યા હતા તે રકમ પણ પોલીસે પૂરી પરત અપાવી છે.

સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા લોકો ને અપીલ પણ કરાઈ છે કે ક્યારેય કોઇને કોઇ પણ ઓ.ટી.પી. શેર કરવા જોઇએ નહિં, અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે વિડીયો કોલનો જવાબ આપવો નહિં, ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ હંમેશા ખરાઈ કરીને જ કરવુ જોઇએ, અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કે ટેલિગ્રામ ચેનલ મારફતે ઈન્વેસ્ટમેન્ટ ટાળવું. અજાણ્યા ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કોઈપણ જાતની ખરીદી/ઓનલાઈન બુકીંગ ન કરવું જોઇએ.આવો કોઈ બનાવ બન્યો હોય તો તુરંત સાયબર ક્રાઈમ પોલીસ નો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પી.આઈ. એન એન. તળાવીયા, પી.એસ.આઈ. એસ. કે. જાડેજા, પી.એસ.આઈ. જે.ટી.ગઢવી, એ.એસ.આઈ. કે.બી.ઓડેદરા, હેડકોન્સ્ટેબલ વી.પી. દીક્ષિત, હેડકોન્સ્ટેબલ એન.બી. જોગદીયા, પોલીસ કોન્સ્ટેબલ કૃનાલસિંહ પ્રવિણસિંહ વગેરે રોકાયેલા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે