પોરબંદર ખાતે લાયન્સ કલબ અને ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે જીલ્લા પોલીસના સહયોગથી સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો.
લાયન્સ કલબ-પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે પોરબંદર જીલ્લા પોલીસના સહયોગથી સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર સંપન્ન થયો હતો. રોજ જાહેર જનતાના લાભાર્થે અને વેપારી મિત્રોને માહિતી આપવાના ઉમદા હેતુ સાથે પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અને મોબાઈલ થી થતાં ફ્રોડ થી બચવા માટેના ઉપાયો અંગે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર નું આયોજન લાયન્સ કલબ પોરબંદર સાથે પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના કીર્તીમંદીર રોડ પર આવેલ અમલાણી કોમ્પલેક્ષ પર કરવામાં આવેલ.
આ કાર્યકમ મા ડીવાયએસપી. રૂતુ રાબા ખાસ ઉપસ્થિત રહેલ હતા, અને ડીવાયએસપી નિલમ ગૌસ્વામી અને પી.આઈ. એચ.કે. શ્રીમાળીની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી, તે ઉપરાંત સાયબર કાઈમ વિભાગના પી.એસ.આઈ. એસ.કે.જાડેજા એ હાજરી આપી માર્ગદર્શન આપેલ હતું, આ ઉપરાંત યુવા એડવોકેટ આકાશ લાખાણી એ પણ આ વિષયને અનુરૂપ માહિતી આપેલ હતી.
આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનિલભાઈ કારીયાએ સ્વાગત ઉદબોધન કરેલ હતું અને લાયન્સ કલબના પ્રમુખ આશિષ પંડયાએ આભારદર્શન કરેલ હતું, આ તકે લાયન્સ કલબના ફર્સ્ટ વાઈસ ગવર્નર હીરલબા જાડેજા, ડો. સુરેશ ગાંધી, પદુભાઈ રાયચુરા, ભરતભાઈ રાજાણી ઉપરાંત પોરબંદર ની વિવીધ સંસ્થાના હોદેદારો અને વેપારી મિત્રો ઉપસ્થિત રહેલ હતાં.