Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રેવન્યુ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ખેલાયો ક્રિકેટ જંગ

પોરબંદર માં રેવન્યુ કર્મચારીઓ ની  શારીરીક અને માનસિક ફીટનેશ વધુ સારી રીતે જળવાઇ રહે તેવા હેતુ સાથે રેવન્યુ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફાઈનલ માં પ્રાંત અધિકારી ની ટીમ વિજેતા બની હતી.

પોરબંદર માં સરકારી આંકડાઓની માયાજાળ અને સરકારી કામગીરી વચ્ચે રેવન્યુ  અધિકારીઓ અને કર્મચારીઓને ચેન્જ મળે તેવા હેતુ સાથે કલેકટર અશોક શર્માના નેતૃત્વમાં માધવાણી કોલેજના મેદાન ખાતે રેવન્યુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા કલેકટરની ટીમ, પોરબંદર પ્રાંતઅધિકારીની ટીમ, કુતિયાણા પ્રાંતઅધિકારીની ટીમ અને રાણાવાવ મામલતદારની ટીમ વચ્ચે રસાકસીનો જંગ ખેલાયો હતો.

કલેકટર અશોક શર્માએ પણ બોલીંગ અને બેટીંગ ઉપર હાથ અજમાવ્યો હતો. અને કર્મચારીઓએ  ફટકાબાજી કરી ચોગ્ગા છગ્ગા ની  રમઝટ બોલાવીને ટુર્નામેન્ટને રોમાંચક બનાવી હતી  ફાઈનલ મેચમાં કલેકટર અશોક શર્માની ટીમ અને પ્રાંતઅધિકારી જાડેજાની  ટીમ વચ્ચે ટકકર થઇ હતી, જેમાં પ્રાંતઅધિકારીની ટીમે ૧૨ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૧૨૩ રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ વિપુલભાઈ પુરોહિતે ૩૦ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. જેમાં ૫ છગ્ગા અને ૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. જયારે પ્રાંતઅધિકારી જાડેજાએ બે ઓવરમાં ૨૬ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. સામે પક્ષે પોરબંદર જીલ્લાકલેકટરની ટીમ ૮ ઓવર અને ૪ બોલમાં ૭૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તેમાં સૌથી વધુ ૨૧ રન  કલેક્ટર અશોક શર્માએ ફટકાર્યા હતા. તેમણે ૧૭ બોલમાં ૩ ચોગ્ગા સાથે આ રન કર્યા હતા. અને પોરબંદરના પ્રાંતઅધિકારીની ટીમ વિજેતા બની હતી. આથી તેને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવી હતી. આ મેચમાં કલેકટર અશોક શર્મા, અધિક કલેકટર એમ.કે. જોશી, પોરબંદરના પ્રાંતઅધિકારી જાડેજા, કુતિયાણા પ્રાંતઅધિકારી પારસ વાંદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે