પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો છે.
પોરબંદર શહેરની મધ્યમાં આવેલી અને મદ્રેસા સ્કુલ તરીકે ઓળખાતી જગ્યામાં ટ્રસ્ટીઓએ અનેક દુકાનો બનાવેલી છે. તે પૈકી એમ. જી. રોડ ઉપર પણ દુકાનો આવેલી હોય અને આ દુકાનો પૈકી છોટુભાઈ મોકરીયાના પરીવારના સભ્યોના નામે અલગ-અલગ દુકાનો ભાડે આપેલી હોય તે પૈકી ત્રણ દુકાનોનો ખાલી કબ્જોમેળવવા માટે પોરબંદરની સિવીલ કોર્ટમાં અલગ અલગ દાવાઓ કરતા અને તેમાં છોટુભાઈ મોકરીયાના પરીવારના સભ્યોવતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા.
અને મદ્રેસા સ્કુલના ટ્રસ્ટી ફારૂક સુર્યાની ઉલટ તપાસ થયેલી હોય અને તેઓએ આ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના નામ દાવામાં જાહેર કરેલ ન હોય, ટ્રસ્ટી મંડળની મીટીંગનો કોઈ ઠરાવ રજુ કરેલ ન હોય અને મદ્રેસા સ્કુલ દ્રારા રેન્ટ કંટ્રોલ એકટ નીચે નોટીસ કરેલી હોય અને તેના જવાબમાં ભાડુઆત દ્વારા ચડત ભાડાનો ડ્રાફટ મોકલાવેલ હોવાનું કબુલ રાખેલુ હોય અને તે ડ્રાફટ બેંકમાં જમાં કરાવેલ ન હોવાનું પણ સ્વિકારેલું હોય તેમજ વાદવાળી મિલ્કત ” વકફ ” મિલ્કત હોવાનું સ્વિકારેલુ હોય અને તે રીતે ચડત ભાડા ની રકમ ભાડુતે મોકલી આપેલી હોય તેમજ વકફની મિલ્કત હોય ત્યારે વકફ એકટ મુજબ સિવીલ કોર્ટને કેસ ચલાવવાની સતા ન હોય તે મુજબની ઓથોરીટી રજુ કરેલી હોય તે તમામ બાબતો ધ્યાને લઈ પોરબંદરના પ્રિન્સીપાલ સિનીયર સીવીલ જજ રોનકબેન શાહ દ્વારા કાયદાના સિધ્ધાંતો થયાને લઈ ત્રણેય દાવાઓ રદ કરવાનો હુકમ કરેલ છે.
એટલુ જ નહી છોટુભાઈ મોકરીયાના પરીવાર દ્વારા પણ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે વી.જે.મદ્રેસા સ્કુલના ટ્રસ્ટી ફારૂકભાઈ સુર્યા ગેરકાયદેસર રીતે દુકાન ખાલી ન કરાવે કે, દુકાનના ઉપયોગ ભોગવટામાં કોઈ અડચણ અટકાયત ન કરે તેવા ત્રણ દાવાઓ કરેલા હોય અને તે ત્રણેય દાવા પણ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શાહ દ્વારા મંજુર કરેલ છે.
આ કામમાં છોટુભાઈ મોકરીયાના પરીવાર વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા,નવધણ જાડેજા, ભુમી વરવાડીયા,ચાંદની મદલાણી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતા.