ભાણવડ નજીક કલ્યાણપુર નું દંપતી રાણાવાવ ની જાંબુવતી ગુફા એ ચાલી રહેલી ભાગવત સપ્તાહ નું રસપાન કરવા આવી રહ્યું હતું. ત્યારે સાજણાવાડા નેસ નજીક કારે તેના બાઈક ને હડફેટે લેતા દંપતી નું મોત થયું હતું. બનાવ ના પગલે સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી છે.
કલ્યાણપુર ગામે રહેતા આશિષગીરી અપારનાથી(ઉવ ૩૩)એ રાણાવાવ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા તુફાનગર આનંદગર અપારનાથી(ઉવ ૫૭) અને માતા રમાબેન બંને બાઇકમાં રાણાવાવ નુઈ જામ્બુવંતી ગુફા ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરવા આવી રહ્યા હતા. અને તેનું બાઈક બીલેશ્વર નજીક સાજણાવાળા નેશ પાસે પહોંચ્યું. ત્યારે રાણાવાવ તરફ થી પુરઝડપે આવી રહેલી કાર ના ચાલકે તેઓના બાઈક ને હડફેટે લેતા બન્ને નું મોત થયું હતું. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ ના પગલે સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી છે.









