Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરેક વિધાનસભા મુજબ ૧૪ ટેબલ ઉપર કરાશે:જાણો મત ગણતરી અંગે સંપૂર્ણ વિગત

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ની પેટા ચૂંટણી દરેક વિધાનસભા મુજબ ૧૪ ટેબલ પર કરવામાં આવશે.

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની મત ગણતરી દરેક વિધાનસભા મુજબ ૧૪ ટેબલ ઉપર કરાશે. અહીં માઇક્રો ઓબઝર્વર ૧૬૧, કાઉન્ટીંગ સુપરવાઇઝર ૧૬૭, કાઉન્ટીંગ આસિસ્ટન ૧૬૭ તે સિવાય અન્ય ૨૦૦ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. પોરબંદર જિલ્લા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ ની મતદાન પ્રક્રિયા ૭ મેના પૂરી થઈ છે. અને આ મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે મતગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે પોરબંદર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાની મતગણતરી યોજાનાર છે. તેમજ અહીં માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પણ યોજાનાર છે.

જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મત ગણતરીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આગામી તા. ૪ જૂનના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરીની પ્રક્રિયા યોજાશે. દરેક વિધાનસભામાં ૧૪ ટેબલ પોસ્ટલ માટે ૩૧ ટેબલ મળી લોકસભા માટે કુલ ૧૨૯ ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ૧૪ ટેબલ અને ઇ.વી.એમ. મળી કુલ ૨૮ ટેબલ ઉપર મત ગણતરી થશે. મત ગણતરીને લઈને તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જેમાં માઇક્રો ઓબઝર્વર ૧૬૧, કાઉન્ટીંગ સુપરવાઇઝર ૧૬૭, કાઉન્ટીંગ આસિ. ૧૬૭ તે સિવાય અન્ય ૨૦૦ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે, તેવું જણાવવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અને વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કરાશે. પોરબંદરમાં લોકસભાની બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા ગત તા. ૭ મેના રોજ સંપન્ન થઇ છે. પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી યોજનાર છે. શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં પોરબંદર જિલ્લા લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાની અને બે વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી અહીં યોજાનાર છે. જેમાં માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી તેમજ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી યોજાનાર છે. આ મતગણતરી ઓબઝર્વવર ચંદ્રન વી., અરૂણ બાબુરાવ આનંદકર, ટી.એન. વેંકટેશની ઉસ્થિતિમાં યોજવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે