જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી.
સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં ખુબ જ ઊંડી છાપ છોડતી હોય છે અને રાષ્ટ્રીય સેવા યોજના વિદ્યાર્થીને આવું જ કાંઈક શીખવે છે હું નહીં પણ તમે આ સુત્ર સાથે રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ બીજાના ભલા માટે કાર્ય કરતા હોય છે.તેથી ડો. વી આર ગોઢાણીયા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ તેમજ વિશિષ્ટ વ્યક્તિ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા, મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ખ્યાતનામ પત્રકાર જીજ્ઞેશ પોપટ, યોગ કો-ર્ડીનેટર જીવાભાઇ ખૂંટી, કોલેજના એન.એસ.એસ. વિભાગના પ્રથમ પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર કે મોઢવાડિયા,સ્પોર્ટ્સ કોચ શાંતીબેન ભુતિયા, વિશિષ્ટ કામગીરી કરનાર ભુતપુર્વ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો ભાવનાબેન કેશવાલા તેમજ પ્રો વર્ષાબેન જોશી, પ્રો. ડો કમલેશ ગોહિલ અને પ્રો. સુલભા દેવપુરકર ઉપસ્થિત રહ્યા હતા.
ડો. વિરમભાઈ ગોઢાણિયાનું ઉદબોધન
ડો. વિરમભાઈ ગોઢાણીયા દ્વારા વિદાય લઇ રહેલ એન.એસ.એસ. વોલેન્ટિયરને ભવિષ્યમાં આગળ પણ આવી જ રીતે સેવાની પ્રવૃત્તિઓ દ્વારા આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીના જીવનમાં સ્કિલ ડેવલોપમેન્ટએ સૌથી મહત્વની બાબત છે એ વાત પર પણ તેઓએ ટકોર કરી હતી.
શ્રીમતી જયશ્રીબેન ગોઢાણિયાના આશીર્વચન
જયશ્રીબેન ગોઢાણીયા દ્વારા વિદ્યાર્થીઓને આશિષ વચન પાઠવવામાં આવ્યા હતા. તેઓએ ગર્લ્સ એજ્યુકેશન વિશે વિદ્યાર્થીઓ સમક્ષ વાત કહી હતી.તેમણે જણાવ્યું હતું કે,સમાજમાં સ્ત્રી શિક્ષણએ બદલાવનું પહેલું પગથિયું છે. સ્ત્રીઓ આજે દરેકે દરેક ક્ષેત્રમાં સક્ષમ છે અને આપણી સંસ્થા સતત સ્ત્રી શિક્ષણ માટે કાર્ય કરતી રહે છે સાથે સાથે વિદ્યાર્થીઓને તેના ઉજળા ભવિષ્ય માટે પણ તેઓએ બિરદાવ્યા હતા.
પત્રકાર જીજ્ઞેશ પોપટના આશીર્વચન
પત્રકાર જીજ્ઞેશ પોપટ દ્વારા પણ વિદાય લઈ રહેલી વિદ્યાર્થીઓને આશિષ આપતા કહ્યું હતું કે, કોઈપણ એક સફરનો અંત નવા સફરની શરૂઆત હોય છે.આજની આ વિદાય આવતીકાલ માટેની નવી શરૂઆત હોઈ શકે અને વિદ્યાર્થી જીવનએ ગોલ્ડન સમય છે. કંઈક કરી બતાવવા માટે અને રાષ્ટ્રીય સેવા યોજના તેમાં એન્જિન સ્વરૂપનું કાર્ય કરે છે.તેવું પણ તેને કહ્યું હતું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રો. એમ એન વાઘેલાનું ઉદબોધન
કાર્યક્રમની ભુમિકા આપતા પ્રો.વાઘેલાએ જણાવ્યુ હતું કે, એન.એસ.એસ. ના સુત્ર નોટ મી બટ યુ ને જીવનમાં હંમેશા વળગી રહેજો ખાસ કરીને ગ્રામીણ સમાજ અને રાષ્ટ્રના રચનાત્મક વિકાસમાં રાષ્ટ્રીય યોજનાના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓનું ખૂબ જ ગ્રાસ લેવલ પરનું અનેરૂ પ્રદાન રહ્યું છે એ સાથે તેઓમાં રહેલી અનેક પ્રકારની કૌશલ્ય શક્તિઓનો પણ વિકાસ જોવા મળે છે. આજના સમયની સૌથી મોટી માંગ સામાજિક અને શૈક્ષણિક વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એ દરેક સ્વયં સેવકોની નૈતિક ફરજ છે.આ કાર્યક્રમ વર્ષ દરમિયાન રેગ્યુલર એક્ટિવિટી તેમજ ખાસ વાર્ષિક શિબિરમાં જેવો એ ઉમદા યોગદાન આપ્યું છે તે સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર, નોટબુક, પેનનું વિતરણ તથા વિવિધ પુરસ્કાર સાથે સન્માન તથા દીક્ષાંતનો કાર્યક્રમ છે. સમગ્ર વર્ષ દરમિયાન અને કોલીખડા મુકામે થયેલ વાર્ષિક શિબિર અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરતી વિશિષ્ટ વ્યક્તિઓએ જે સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે પણ વિશેષ કામગીરી કરી છે તેઓના અભિવાદનનો કાર્યક્રમ છે.
એન.એસ.એસ. વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યક્તિ સન્માન
ઉપસ્થિત દરેક વ્યક્તિ વિશેષ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એન.એસ.એસ.ના વાર્ષિક શિબિરમાં પોતાનું યોગદાન આપવા બદલ પ્રો. કમલેશ ગોહેલ તેમજ શાંતીબેન ભુતિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ આ વાર્ષિક શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે મનોરંજન પુરૂ પાડ્યું હતું. પ્રો. ડો કમલેશ ગોહેલ દ્વારા વિદ્યાર્થીઓને બાળવાર્તાઓ તેમજ રમુજ દ્વારા લાઇફ લેસન શીખવ્યા હતા.તેમજ કોચ શાંતીબેન ભુતિયા દ્વારા એ સમજાવવામાં આવ્યું હતું કે,રમત-ગમતએ વ્યક્તિના માનસિક તેમજ શારીરિક વિકાસ માટે ખુબ જ આવશ્યક છે
એન.એસ.એસ. વોલેન્ટિયરનું સન્માન
વાર્ષિક શિબિર દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વોલેન્ટિયરનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં એન.એસ.એસ. કેમ્પ એન્કરિંગ માટે રિયા રાઠોડ,સારા ભીંત ચિત્રો લખાણ માટે મનાલી અને ખુશ્બુ, તેમજ સારા વક્તા તરીકે પુરોહિત ક્રિષ્ના વગેરેને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ વાર્ષિક શિબિરમાં જોડાયેલ તમામ એન.એસ.એસ. વોલેન્ટયરને નોટ પેન આપી પ્રોત્સાહિત કરાયા હતા.બિંદીયા સોલંકી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિર અંતર્ગત પોતાને થયેલા અનુભવો રજુ કર્યા હતા.ડો.કેતન શાહ કે જેઓ સંસ્થાના કાર્યકારી પ્રિન્સિપાલ છે તેઓએ પણ વોલિએન્ટર્સને અભિનંદન આપતાની સાથે તેમની કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન પ્રોફેસર ડો.એમ.એન.વાઘેલા તેમજ પ્રો. ડો મધુબેન ગરચર દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન ગોસાઈ ખુશ્બુ, પુરોહિત ક્રિષ્ના તેમજ દાસા ભુમિકાએ કર્યું હતું.