જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે પોરબંદર વાસીઓ એ મુખ્યમંત્રી ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ નો ધોધ વહાવ્યો છે અને આ ડિજિટલ વિરોધ માં કોઈ પણ સહભાગી બની શકે છે જેથી દરેક શહેરીજન ને સહકાર આપવા અપીલ કરાઈ છે.
જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે વિરોધ વધી રહ્યો છે. અને તેના માટે અત્યાર સુધી માં અનેક રજૂઆત પણ કરાઈ છે. જેની સામે જીપીસીબી પાણી શુદ્ધ કરી ને જ દરિયામાં નિયત કરેલી જગ્યા એ વહાવવામાં આવશે. તેવો એક જ છાપેલો જવાબ આપી રહ્યું છે. ત્યારે હવે પોરબંદર વાસીઓ એ આ મામલે હવે મુખ્યમંત્રી પોર્ટલ માં રજૂઆત કરી રહ્યા છે. અને દરેક લોકો ને આ મામલે સહકાર આપવા અપીલ કરાઈ છે. કારણ કે આ પ્રશ્ન દરેક વ્યક્તિ નો છે. સીએમ ડીજીટલ પોર્ટલ માં આ પ્રમાણે રજૂઆત કરવામાં આવી રહી છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી
વંદે ગુજરાત!
જય ભારત સાથ જણાવવાનું કે અમો પોરબંદરના નિવાસીઓ છેલ્લા ત્રણ વર્ષથી જેતપુર ડીપ સી એફલુએન્ટ પાઈપ લાઈન નો વિરોધ કરીએ છીએ.
આ આ બાબતે અમારા થોડા પ્રશ્નોના ચોક્કસ આંકડાઓ સાથે અને સાબિતીઓ સાથે જવાબ આપશો તેવી આશા સાથે આપના ઓનલાઇન પોર્ટલમાં ફરિયાદ કરીએ છીએ.
- પાઇપલાઇન નાખવાનો
સીધો અર્થ એ છે કે
જીપીસીબી આ પ્રદૂષણ
જેતપુરમાં કંટ્રોલ કરી
શક્યું નથી. - માનનીય હાઇકોર્ટ દ્વારા 2024 ના એક હુકમમાં કહેવામાં આવ્યું છે કે સાબરમતીમાં કે અન્ય જગ્યાએ ,કોઈપણ કુદરતી સ્ત્રોતાસ કે ડીપ સી માં કોઈપણ પ્રદુષિત પાણી નાખી ના શકાય તો આ હુકમ ની અવગણના કરી ટેક્સટાઇલનું ભારે કેમિકલ અને મેટલયુક્ત પાણી દરિયામાં કઈ રીતે નાખી શકાય ?
- જેમની પાસે પોતાના 3 CEPT પ્લાન્ટ OPERATE નથી થતા,તથા તેમની પાસે પોતાનું પાણી એક સ્થળે ભેગું કરવા CONVEY SYSTEM નથી તે ડીપ સી પાઇપ લાઈન મેનેજ કઈ રીતે કરશે ?
- જ્યારે ગુજરાત માં ભારત માં અને આખી દુનિયામાં આવા ટેક્સટાઇલ ઉદ્યોગો માં એવા પ્લાન્ટ છે જેમાં 95% પાણી ચોખ્ખું કરી અને અને એ પ્લાન્ટ જ ફરીથી વાપરી શકે તો શા માટે આ પાણી પોરબંદરના દરિયામાં “શુદ્ધ કરેલું પાણી” નાખવાની યોજના બનાવી ? તમે એવા પ્લાન્ટ શા માટે નથી બનાવતા?
- એક સરકારી આંકડા મુજબ દરિયામાં ૪-૬ કરોડ લિટર પાણી/દિવસ નાખશો (આ આંકડા જેતપર ના ઇનપુટ ફલો ના છે આઉટ ફલો નું મીટર બંધ રાખે છે,તેવું NGT ના રિપોર્ટ માં છે.) તે બાબત અમારો ગંભીર પ્રશ્ન એ છે કે દરરોજનું આટલા કરોડ લિટર પાણી ક્યાંથી આવશે ? જેતપુર યુનિટો પાસે એટલા બોરવેલ છે? અને એટલું પાણી લેવાની પરમિશન છે?ભૂગર્ભ જળ નું શું ?
- પોરબંદર સેસમિક ઝોનમાં આવે છે.જેમાં તળમાં વારંવાર ભૂકંપો આવે છે.અને વાવાઝોડા ની સંખ્યા વધુ છે.તો ૧૩ કિમી અંદર ની પાઇપ લાઈન ની ગેરંટી શું કે તે ટકી રહેશે.
- લાખો માછીમારો બેકારી ની ઝડપ માં આવશે અને આ બેકાર યુવાધન મજબૂરી થી ગેરમાર્ગે દોરાશે તો તે માટે જવાબદાર કોણ ?
- આવતા દાયકાઓ માં આંત્તરરાષ્ટ્રીય સંબંધો માં આની અસર પડશે , પોરબંદરવાસીઓ વિશ્વભર ની પર્યાવરણીય સંસ્થાઓ માં અને દેશો માં આ મુદ્દો મૂકશે
- આ પાઇપ લાઈન તેના દબાણ કે અવરોધ માં ફેરફાર થશે તો ડેમેજ થઈ ને તૂટશે તો ધરતીપુત્રો ની જમીન બંજર થશે અને તેઓ બરબાદ થઈ જશે.તો પણ જવાબદાર કોણ ??
- જો ન કરે નારાયણ અને ક્યારેય ટેક્નિકલ ખામી અથવા તો મેન્ટેનન્સ ખર્ચ ન કરવાને લીધે , પાઇપલાઇન તૂટવાને લીધે કે અન્ય કોઇ પણ સંભવિત કારણોસર જો પ્રકૃતિને, જીવસૃષ્ટિ ને ,દરિયાઈ જીવસૃષ્ટિ થતાં હાનિકારક અસરો માટે જવાબદાર કોણ રહેશે ? જેતપુરના સાડી-ઔધોગિક એકમો કે ગુજરાત સરકાર ?આ અંગેની જોગવાઈ શી રાખેલ છે ?
- બેરોજગાર લાખો માછીમાર યુવાનો પોતાના જીવન નિર્વાહ માટે ભવિષ્ય માં મજબૂરી થી ગેરકાનૂની રસ્તો અપનાવશે. એ માટે જવાબદાર કોણ ?
- જેતપુર ઉદ્યોગ એકમો દ્વારા ખૂબ પૈસા આપવામાં આવ્યા છે અને સરકાર દ્વારા પણ પ્રદૂષણ રોકવા પૈસા આપવામાં આવ્યા છે.તો આ પાઇપ લાઈન નખાય પછી ભાદર ઉબેણ જેવી નદીઓ સંપૂર્ણ સ્વચ્છ રહે તેની જવાબદારી કોની?
માનનીય મુખ્યમંત્રીશ્રી ! આ પ્રશ્નો ના જવાબ આપજો અને અમારી મરજી વિના જો આ પ્રદૂષિત પાણી પોરબંદર આવશે તો અને ઉગ્ર થી અતિ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ.
આભાર
એક પીડિત પોરબંદરવાસી…
સેવ પોરબંદર સી કમિટી ના ડો નુતનબેન ગોકાણી એ લોકો ને અપીલ કરતા જણાવ્યું છે કે
એક પોરબંદરના જાગૃત નાગરિક સાથે હું વાત કરું છું જે પોતાના શહેર, બાળકો અને તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોય…
તમે નસીરુદ્દીન શાહ નું “ઇરાદા” પિક્ચર જોયું છે ? Youtube પર જોઈ શકશો.પણ આખું જોજો અને તમને લાગતા વળગતા બધા ને સાથે બેસી બતાવજો હો !…
વાત ના મુદ્દા પર આવું તો મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ લે છે..આપણૅ સહુ મળી આ પોર્ટલ પર વોટ્સ એપ મેસેજ કરી ફરિયાદ કરી શકીએ. હે ને ? એમાં કોઈ તકલીફ નથી..આજ સવાર થી કેટલાય લોકો આ ફરિયાદ કરી ચૂક્યા છે.આપણૅ જાગૃત નાગરિક તરીકે તેમને ૧૧ પ્રશ્નો પૂછ્યા છે.
આપ અને આપના પરિવાર, મિત્ર મંડળ તમામ આ ફરિયાદ નંબર પર એક વોટ્સ એપ મેસેજ કરશો તો ખૂબ ફાયદો થશે… ઘણીવાર માત્ર જનજાગૃતિ થી સોલ્યુશન આવી જતું હોય છે 👍
આપને મેસેજ પણ મોકલું છું અને નંબર પણ
+91 70309 30344
આ સીએમ પોર્ટલ પર દરેક પોરબંદર વાસી ને ઉપર મુજબ ની ફરિયાદ કરવા અપીલ કરાઈ છે.