Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં કલા મહાકુંભ અંતર્ગત વકતૃત્વ, નિબંધ,ચિત્રકલા,નૃત્ય, એકપાત્રીય અભિનય,રાસ-ગરબા સહિતની સ્પર્ધા યોજાશે

:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નર, યુવક, તેવા અને સ સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકાકક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવશે

આ વર્ષે કલા મહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ (તા.૦૧/૦૧/૨૦૧૧ થી ૩૧/૧૨/૧૮ વચ્ચે જન્મેલા), ૧૫ થી ૨૦ વર્ષ (તા.૦૧/૦૧/૦૫ થી ૩૧/૧૨/૧૦ વચ્ચે જન્મેલા), ૨૧ થી ૫૯ વર્ષ (તા.૦૧/૦૧/૧૯૬૬ થી ૩૧/૧૨/૨૦૦૪ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપરના (તા.૩૧/૧૨/૧૯૬૫ પહેલા જન્મેલા)એમ કુલ ચાર વયજૂથમાં સ્પર્ધા યોજાશે.

તાલુકા કક્ષાએ વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું) એમ કુલ ૧૪ કૃતિના અરજી ફોર્મ તાલુકા કક્ષાના કન્વીનરશ્રીને તા.૦૧ થી ૨૦ ડીસેમ્બર સુધીમાં પહોંચાડવાના રહેશે.

પોરબંદર તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાના ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાના મંદિર પાસે ચોપાટી રોડ પોરબંદર (મો.૯૭૨૪૪૫૪૪૦૪) ખાતે પહોંચાડવાના રહેશે તેમજ રાણાવાવ તાલુકાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધાના ફોર્મ જીનીયસ સ્કુલ, રાણાકંડોરણા ખાતે પરેશભાઈ હાથલિયા – (૯૮૨૪૦૪૯૬૫૪)ને પહોંચાડવા રહેશે અને કૃતિયાણા તાલુકાકક્ષા કલા મહાકુભ સ્પર્ધાના ફોર્મ શ્રી બાલા હનુમાન માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા કૃતિયાણા જંયદેવભાઈ ગોરા-(૯૪૨૮૪૦૬૭૩૦)ને પહોંચાડવાના રહેશે.

જિલ્લા કક્ષાએ કુલ ૦૯ કૃતિઓ જેમાં કાવ્ય લેખન,ગઝલ શાયરી લેખન,લોકવાર્તા, દુહા-છંદ-ચૌપાઈ,સર્જનાત્મક કારીગરી,સ્કૂલ બેન્ડ,ઓગન,કથ્થક,શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની) તેમજ પ્રદેશ કક્ષાએ કુલ ૦૭ કૃતિઓ જેમાં સિતાર,ગીટાર,વાંસળી,વાયોલિન,કુચિપુડી, ઓડિસી, મોહિની અટ્ટમ અને રાજ્યકક્ષાએ કુલ ૦૭ કૃતિઓ જેમાં પખાવજ,મૃદંગમ, રાવળ હથ્થો,જોડિયા પાવા,સરોદ, સારંગી અને ભવાઇ વગેરે કૃતિઓની સ્પર્ધાઓ યોજાશે.

સીધી જીલ્લા કક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષાએ યોજાનાર કૃતિઓની એન્ટ્રી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાના મંદિર પાસે ચોપાટી રોડ પોરબંદર ખાતેથી તા:૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી અને આ સાથે આધારકાર્ડ બેંકપાસ બુકની ઝેરોક્ષ જોડી સમય મર્યાદામાં અરજી ફોર્મ મોકલી આપવાના રહેશે.

વધુ માહિતી માટે સંપર્ક (મો.૯૭૨૪૪૫૪૪૦૪) (૯૯૦૪૧૪૫૪૦૮)નો સંપર્ક કરવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પોરબંદરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે