પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના સાજણાવારાનેસમાં આવેલી આંગણવાડીમાંઆંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો ભુલકાઓને રમતગમત સાથે સામાન્ય જ્ઞાન મળી રહે તે માટેકટિબદ્ધ છે. જેથી આંગણવાડીના ભુલકાઓ લોકગીતો બોલવાની સાથે રાજ્ય અને દેશ ને લગતા સામાન્યજ્ઞાન પણ મોઢે કડકડાટ બોલી રહ્યા છે.
રાણાવાવ તાલુકાના સાજણાવારાનેસ વિસ્તારમાં આવેલ સાજણાવારા આંગણવાડી કેન્દ્રમાં ભણવા આવતાબાળકોને પૂરતું શિક્ષણ મળે તે માટે આંગણવાડીની બહેનો પ્રયત્નશીલ છે. વર્કર રાડા વેજીબહેને કહ્યું કે,”આંગણવાડીમાં ૨૪ બાળકો ભણવા માટે આવે છે. તેઓને સરકારના નિયમ મુજબ દરરોજ અલગ અલગ પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવે છે. તથા આંગણવાડીથી જ બાળકોના શિક્ષણના બીજ રોપાઈ તે માટે અમે બંને બહેનો કાર્યરત છીએ. અત્યારે ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે જેથી બાળકો વહેલું શીખી શકે. કેન્દ્રના ભૂલકાઓ ગામના આગેવાનના નામથી લઈને રાજ્યના મુખ્યમંત્રીનું નામ, દેશનાવડાપ્રધાનનું નામ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, તિરંગો સહિત જનરલ નોલેજના જ્ઞાનથી તેઓ વાકેફ છે.આ ઉપરાંત આપણા લોકગીતો પણ સરળતાથી બાળકો બોલે છે”.
સી.ડી.પી.ઓ દક્ષાબેન ખુંટીએ કહ્યું કે, છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોને પણ આંગણવાડી કેન્દ્રમાં શિક્ષણઅને પોષણ મળી રહે તે માટે જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથાઆઈ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસરના સંકલનમાં અમે સતત કાર્યરત રહીએ છીએ. બાળકોને શિક્ષણઉપરાંત, કિશોરીઓ, સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવતાપોષણલક્ષી પેકેટ તથા જુદીજુદી માહિતી સમયે સમયે પૂરી પાડવામાં આવે છે. સાજણાવાળા નેસનાકેન્દ્રમાંભણવા માટે આવતા બાળકો જ્ઞાન સાથે ગમ્મત મેળવી રહ્યા છે.