પોરબંદર ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સ્વામિત્વ યોજનાનો રાજ્યકક્ષા નો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારી ના આયોજન માટે બેઠક યોજાઈ હતી.
પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષસ્થાને ૧૮ જાન્યુઆરીનાં રોજ સ્વામીત્વ યોજનાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે સમગ્ર કાર્યક્રમ ના સુચારૂ આયોજન અંતગર્ત ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં તેઓએ રાજ્ય કક્ષાના કાર્યક્રમના સુચારું આયોજન અન્વયે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.વધુમાં તેમણે કાર્યક્રમના સ્થળે પાણી, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો સહિતની વ્યવસ્થાઓ કરવા સંબધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ,આઇપીએસ સાહિત્યા વી,નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહીત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જીલ્લા માં સ્વામિત્વ યોજના અંતર્ગત સમાવેશ કરાયેલા ૬૮ ગામો માંથી મોટા ભાગ ના ગામો માં કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે મુખ્યમંત્રી ના હસ્તે કિન્દરખેડા,દેગામ,શીશલી,કુણવદર સહિતના ગામો ના લોકો ને પ્રોપર્ટીકાર્ડ એનાયત કરાય તેવી પણ શક્યતા છે ઉપરાંત મુખ્યમંત્રી શૈક્ષણિક સંસ્થા ના વાર્ષિકોત્સવ માં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
શું છે આ સ્વામિત્વ યોજના
ગામે ગામે સ્થાવર મિલકત મિલ્કતની આકારણી માપણી કરી તેની ઓળખ માટેના આધારભૂત દસ્તાવેજ મળી શકે અને તે મિલકત પર લોન કે એવી અન્ય કોઈ સુવિધા મેળવી શકે તે માટે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુલ ૬૮ ગામોની સ્વામિત્વ યોજના અંતર્ગત પસંદગી થઇ હતી.ત્યાર બાદ તે અંગે સર્વે પણ થયો હતો. આ યોજના અંતર્ગત ગામડાઓની તમામ મિલકતોને એક ખાસ અંતિમ ઓળખ મળશે, જેમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા માપણી કામગીરી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી.
ડ્રોન સરવે વિથ ટેપીંગ પ્રક્રિયા કરીને ગામડાઓની તમામ મિલકતોની માપણી કરી આવશ્યક આધાર પુરાવા મેળવી, વેરિફિકેશન, વાંધા નિકાલ, આખરી રેકર્ડ આધારે નવા પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવી રહ્યા છે.