બગવદર અને કુતિયાણા પંથકમાં પોલીસે ૧૧ અસામાજિક તત્ત્વોને ત્યાં ચેકીંગ હાથ ધરીને ચાર શખ્શોના વીજકનેકશન કાપી નાખ્યા હતા અને ૭ લાખ ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
ડી.જી.પી. તરફથી અસામાજિક ગુંડા તત્ત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર લીસ્ટ બનાવી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી જે જે યાદી મુજબ અસામાજિક તત્ત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના મળતા બગવદર પોલીસ સ્ટેશન સ્ટાફે પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા કર્મચારીઓને સાથે રાખી ૬ અસામાજિક તત્ત્વો પર ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ૩ અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદે વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ.ટીમ દ્વારા રૂા. ૬,૭૦,૦૦૦નો વીજદંડ કરી ત્રણેય વીજકનેકશન કટ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ કુતિયાણા પોલીસે પણ પાંચ અસામાજિક તત્ત્વોને ત્યાં ચેકીંગ કર્યું હતું જેમાં એક અસામાજિક તત્ત્વને ત્યાં ગેરકાયદે વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા રૂા. ૬૦,૦૦૦નો વીજ દંડ કરી વીજ કનેકશન કટ કર્યું હતું. અને અસામાજિક તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે કે કેમ? તેની ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે લગત કચેરીને રીપોર્ટ કરવામાં આવ્યો છે.
જો કે એક પણ અસામાજિક તત્વ નું નામ પોલીસે જાહેર કર્યું નથી.