પોરબંદર જિલ્લાનો ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જે કોન્ટ્રાક્ટરને અપાયો હતો. તેના પર એફઆઇઆર દાખલ થયેલ હોવાથી સરકાર દ્વારા ઝડપી પ્રક્રિયા હાથ ધરી, લાભાર્થીઓને વહેલી તકે અનાજ મળતું થાય તે માટે નિગમ દ્વારા નવો કોન્ટ્રાક્ટ તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ જસદણની પાર્ટીને અપાયો હતો. જે પાર્ટી લોકલ પરિબળોના લીધે કામ કરવા તૈયાર ન હતી.
પરંતુ પોરબંદર જિલ્લાના સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવતા લાભાર્થીઓને વહેલી તકે અનાજ મળે તે દિશામાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરી જસદણની નવી પાર્ટીને પૂરો સહયોગ આપવાની સાથે સમજાવટ કરતા તા.૧૭ ફેબ્રુઆરીથી કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર થયેલ છે. મજૂરોની અને ટ્રકની તમામ પ્રકારની મદદરૂપ કરતા તેઓ કામ કરવા તૈયાર થયેલ છે.
જેથી આગામી તારીખ.૨૧ ફેબ્રુઆરીથી પોરબંદર જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાન પર સવારે ૮.૦૦ કલાક થી રાત્રિના ૮.૦૦ કલાક સુધી અનાજ વિતરણ શરૂ થશે. અનાજ મેળવતા દરેક લાભાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.