પોરબંદરથી એસ.ટી.ના અનેક રૂટો વધારવા જરૂરી બન્યા છે તથા નાથદ્વારા અને મુંબઇ સુધીની બસસેવા શરૂ કરવા સહિત દસ જેટલા મુદાઓ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસ.ટી. ડેપોના મેનેજરને રજુઆત કરાઈ છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ એસટી ના ડેપો મેનેજરને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે પોરબંદરથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર અને જુનાગઢ તરફ જતી અને આવતી બસ સેવાઓમાં ઘણી મહત્વની ખામીઓ છે. હાલની મર્યાદિત બસો અને પૂરતી સુવિધાઓ ન હોવાથી રોજબરોજ મુસાફરી કરતા નાગરિકો ખાસ કરીને વડીલ નાગરિકો, નોકરીપેશાઓ અને વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પોરબંદર-અમદાવાદ માટે સંપૂર્ણ સ્લીપર બસ જરૂરી
હાલમાં પોરબંદરથી અમદાવાદ રાતે ૯ વાગ્યે સેમી-સ્લીપર બસ ચાલી રહી છે. આ બસ સામાન્ય રીતે અગાઉથી જ ફૂલ બુક હોય છે અને નીચેના વિભાગમાં માત્ર બેઠકો હોવાથી લાંબી મુસાફરીમાં વડીલો માટે અત્યંત અસહજ બને છે.આ રૂટ માટે રાતે સંપૂર્ણ સ્લીપર બસ ઉમેરવા અપીલ છે. લાંબી મુસાફરી માટે પોરબંદર-અમદાવાદ સીધા મુસાફકરોને બુકીંગમાં પ્રાથમિકતા આપવી જેના લીધે સીધા મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળે. બસને સવારે આશરે ૬ વાગ્યે અમદાવાદ અને પોરબંદર પહોંચે તેવી રીતે શેડયુલ કરવા વિનંતિ જેનાથી શહેરનું ટ્રાન્સપોર્ટેશન ચાલુ થઇ જવાથી મુસાફરોને શહેરની અંદર મુસાફરી કરવાની અસુવિધા ન રહે. ૧૦ વાગ્યા પછી મુસાફરોને મુસાફરીમાં ઘણી અસમર્થતાઓનો સામનો કરવો પડે છે. જેથી અમદાવદથી પોરબંદર માટે રાત્રે ૯:૩૦ વાગ્યે નીકળી જતી સેમી સ્લીપર બસ પછી લગભગ ૧૧ વાગ્યે સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવે તેવી વિનંતિ.
અમદાવાદમા અન્ય બોર્ડીંગ પોઇન્ટસ ઉપલબ્ધ કરાવો
હાલમાં જી.એસ.આર.ટી.સી. પોર્ટલ પર માત્ર ગીતાનગરથી ઓનલાઈન બુકીંગ માટે, ઇસ્કોન ક્રોસ રોડ, નહેરુનગર અને પાલડી જેવા લોકપ્રિય અને સુવિધાજનક બોડીંગ પોઇન્ટસને પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ સુવિધાજનક બોર્ડીંગ પોઇન્ટસ અને ડ્રોપીંગ પોઇન્ટસથી જતી આવતી બધી બસમાં ઉમેરવા વિનંતિ. જેથી એ વિસ્તારમાં અથવા બાજુમાં રહેતા યાત્રીને સુવિધા મળી રહે.
અમદાવાદ અને ગાંધીનગરના એરપોર્ટ સુધી બસ જરૂરી
પોરબંદરથી અમદાવાદ અને ગાંધીનગર સીધી બસસેવા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી પહોંચવા માટે બસ સેવા જરૂરી છે. જેથી પોરબંદરથી આવતા જતા મુસાફરોને એરપોર્ટ સુધીની સરળ કનેકટીવીટી અને ઉત્તમ સુવિધા મળે તે માટે યોગ્ય કરવા માંગ થઇ છે.
રાજકોટ-પોરબંદર વચ્ચે વધારાની બસ જરૂરી
રાજકોટ -પોરબંદરના રૂટ પર બપોરે ૨ થી સાંજે ૬:૪૫ સુધી કોઇ બસ ઉપલબ્ધ નથી. આ સમયે બસો શરૂ કરવા વિનંતિ. આરામદાયક મુસાફરી માટે વોલ્વો બસ, ઇલેકટ્રિક બસ અને લકઝરી બસોની વ્યવસ્થા વધારવા વિનંતિ. રાજકોટથી સવારે ૯, ૧૦ અને ૧૧:૪૫ વાગ્યે શરૂ થતી એકસપ્રેસ બસના સ્ટોપ્સ ઘટાડવાની વિનંતિ છે. હાલમાં બસમાં વધારે સ્ટોપ્સ (ગોંડલ, જેતપુર)હોવાના કરણે પોરબંદર પહોંચવામાં અંદાજે પાંચ કલાક લાગી જાય છે. આ એકસપ્રેસ રૂટ હાલ લોકલ બસની જેમ કામગીરી કરી રહ્યો છે. પોરબંદરથી રાજકોટ અને રાજકોટથી પોરબંદર આવતી જતી બસમાં ઓનલાઈન બુકિંગ માટે ગોંડલ ચોકડી (રાજકોટ ગોંડલ રોડ) સ્ટોપ પોર્ટલ પર એકટીવેટ કરવા વિનંતિ જેથી એ વિસ્તારમાં અથવા બાજુમાં આવતા બોર્ડીંગ પોઇન્ટસ અને ડ્રોપીંગ પોઇન્ટસની યાત્રીને સુવિધા મળી રહે.
પોરબંદર-જામગર બસ સેવા માટે માંગ
જામનગર અને પોરબંદર વચ્ચે હાલ અંતિમ બસ સાંજના ૬ વાગ્યે નીકળી રહી છે જેના કારણે યાત્રિકોને ૭ વાગ્યા પછી મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. તેથી વિનંતિ કરીએ છીએ કે પોરબંદરથી જામનગર સુધી અને જામનગરથી પોરબંદર વાયા રાણાવાવ, બીલેશ્વર અને લાલપુર દ્વારા રાતે લગભગ ૮ વાગ્યે એક નવી બસ સેવા શરૂ કરવા વિનંતિ.
ઇલેક્ટ્રીક બસ સેવા જરૂરી
પર્યાવરણ મૈત્રી પરિવાહન માટે પોરબંદરથી ટુંકા રૂટ વચ્ચે ઇલેકટ્રીક બસ સેવા શરૂ કરવા માંગ થઇ છે. દા.ત. રૂટ-પોરબંદરથી જુનાગઢ, જામનગર, સોમનાથ, દ્વારકા વગેરે રૂટની રજૂઆત થઇ છે.
પોરબંદરમાં વધારાના બસ સ્ટોપ્સ આપો
કમલાબાગ અને નરસંગ ટેકરીને સતાવાર રીતે પોર્ટલ પર બસ સ્ટોપ તરીકે દાખલ છે અને એકટીવ કરવા માંગ થઇ છે. જેથી એ વિસ્તારમાં અથવા બાજુમાં આવતા બોર્ડીંગ પોઇન્ટસ અને ડ્રોપીંગ પોઇનટસ યાત્રીને સવિધા મળી રહે તે માટે યોગ્ય કરવ જોઈએ છે. દા.ત. રૂટ-પોરબંદરથી જુનાગઢ, જામનગર, સોમનાથ, દ્વારકા વગેરે રૂટની રજૂઆત થઇ છે.
મુંબઈ માટે બસ સેવા
હાલમાં સુરતથી પોરબંદર માટે બસસેવા ચાલુ છે. આ સેવાને મુંબઈ સુધી વિસ્તૃત કરી પોરબંદરને મહત્વના મેટ્રોપોલીટન શહેર સાથે વધુ સારી રીતે જોડવાનું આયોજન કરવા માંગ થઇ છે.
સુદામાપુરી થી નાથદ્વારા બસની માંગ
કૃપા કરીને સુદામાપુરીથી નાથદ્વારા સુધી ફૂલ સ્લીપર બસ સેવા અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર, ખાસ કરીને વિકએન્ડમાં શરૂ કરવા માંગ થઈ છે જેથી મુસાફરો આધ્યાત્મિક યાત્રાનો આરામદાયક રીતે આનંદ લઇ શકે. પોરબંદરથી નાથદ્વારા પુનમ ભરવા માટે વિશાળ સંખ્યામાં ભકતો જાય છે તેથી આ રૂટ ઉપર તાત્કાલિક બસ સેવા શરૂ કરવી જરૂરી બની છે.
અન્ય સુચનો
તે ઉપરાંત ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ અન્ય સૂચનો કર્યા છે જેમાં મોટા રૂટ પર ટુંકા રૂટની ઓનલાઇન ટિકિટ બુકીંગની સુવિધા ઉપલબ્ધ ના કરવા વિનંતિ પણ બસ માહિતી ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ રહે તેવી સુવિધા ઉપલબ્ધ રાખવા માંગ થઇ છે. પૂછપરછ માટે નંબર જાહેર કરવા અપીલ. ૦૨૮૬-૨૨૪૦૯૫૯ એ આઉટ ઓફ સર્વિસ આવે છે. આ તમામ માંગ અમલમાં લાવવામાં આવે તો પોરબંદરના નાગરિકને પણ લાભ મળશે અને પ્રવાસન તથા સ્થાનિક આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. તેવી રજૂઆત થઇ છે.