Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પીએનડીટી અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલ, ક્લીનિક, સંસ્થાઓમાં ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જાહેરનામુ પ્રસિદ્ધ

પોરબંદર જીલ્લા માં જાતિય પરીક્ષણના ગુન્હા રોકવા માટે ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ દરખાસ્ત અન્વયે પીએનડીટી અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલ, ક્લીનિક, સંસ્થાઓમાં ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

પોરબંદરમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતના પત્ર P.C.P.N.D.T ACT-1994 ના અમલીકરણ માટે રચાયેલ સલાહકાર સમિતિમાં પોરબંદર જિલ્લામાં જાતિય પરીક્ષણના ગુન્હા રોકવા માટે દરેક P.C.P.N.D.T. ACT નું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ, ક્લિનિક કે સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવર-જવર ઉપર દેખરેખ માટે ફરજીયાત ૩૦ દિવસના ઓડીયો-વિડિયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સી.સી.ટી.વી કેમેરા લગાવવાના હેતુસર જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત થઈ આવેલ છે.

જે દરખાસ્ત માટે જિલ્લા એપ્રોપીએટ ઓથોરીટી કમીટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. આમ, જાતિય પરીક્ષણના ગુન્હા રોકવા માટે ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, પોરબંદરએ કરેલ દરખાસ્ત અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ એમ. રાયજાદા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ -૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ હુકમ કરી જણાવ્યું કે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં P.C.P.N.D.T. ACT અન્વયે નોંધાયેલ કલીનીકોમાં ફરજીયાત ઓડિયો વિડીયો (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સી.સી.ટી.વી કાર્યરત રાખવાના રહેશે, અને સોનોગ્રાફી રૂમમાં નકકી કરેલ અધિકૃત વ્યકિત/દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. સોનોગ્રાફી રૂમની અંદર કે જયાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવી શકાશે નહી.

નકકી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યકિતઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. જો સોનોગ્રાફી રૂમના આવન-જાવનના દરવાજા અલગ અલગ હોય તો બંને સાઇડ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. કોઇ હોસ્પીટલ, કલીનીક, સંસ્થા ખાતે એકથી વધુ ડોકટર હોય તેવી હોસ્પીટલ, કલીનીક, સંસ્થા ખાતે તમામ ડોકટરની ચેમ્બર કે જયાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોકટરની ચેમ્બરની બહારના દરવાજાનાં ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આ બાબત વીઝીટીંગ ડોકટરના કીસ્સામાં પણ લાગુ પાડવાની રહેશે. સંબંધિત ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા જરૂર જણાયે જ્યારે પણ રેકોડીંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજીયાત આપવાનું રહેશે. તેમજ આપેલ બેકઅપમાં કોઇ ત્રુટી જણાયે સબંધક હોસ્પીટલ, કલીનીક, સંસ્થાની જવાબદારી નકકી કરી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ- ૧૯૯૪ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. અને તેની તા.૨૦/૦૬/૨૦૨૪ થી તા.૧૮/૦૮/૨૦૨૪ સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલંઘન કરનાર સામે THE INDIAN PENEL CODEની કલમ-188ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે