પોરબંદર માં મહિલા અગ્રણી દ્વારા ગૌધન બચાવવા પ્લાસ્ટિક ના ઝબલા ના સ્થાને કાપડ ની થેલી નો વપરાશ કરવા અભિયાન શરુ કરાયું છે.
પોરબંદરના સામાજીક કાર્યકર અને મહિલા અગ્રણી લીલુબેન નરેન્દ્રભાઈ ભુતિયાએ જણાવ્યું છે કે, ગૌવંશના સ્વાથય હીત માટે તેમના દ્વારા પ્લાસ્ટિક જબલા મુક્ત પોરબંદર ઝુંબેશ શરૂ થઇ છે. તેમાં ગૌરક્ષકો,જીવદયાપ્રેમીઓ,સામાજીક સંસ્થાઓ, જાહેર જનતા અને વેપારી ભાઈઓના સાથ સહકારની આશા રાખી છે. નાના ગૌરક્ષકો વતી બહેરી નગરપાલિકાને પ્લાસ્ટીક-ઝબલા બંધ કરાવવાં બાબતે અનેકવાર રજુઆત કરાઈ છે. પણ જયારે જ્યારે રજુઆત થાય ત્યારે નગરપાલિકા દ્વારા નાના વેપારીઓ- રેંકડી ધારકોને દંડ કરી કામગીરી કર્યાનો દેખાવ કરી નાના વેપારીઓની પીઠ ભાંગે છે.
અત્યાર સુધીમા પ્લાસ્ટીક વેંચાણ કરનાર મોટાં વેપારીઓની દુકાનો,ગોડાઉનો, ઝબલા બનાવતાં કારખાના ઉપર કયારેય કાર્યવાહી કરવામાં આવી નથી. આથી નાના વેપારીઓ ને પણ ઝુંબેશ માં સાથ આપવા કપડાં કે કાગળની થેલીનો ઉપયોગ કરી જોડાઈને ગૌવંશ માટે એક પુણ્યના કામમાં સાથ સહકાર આપવા જણાવાયું છે. અને આગામી સમય માં તંત્ર ને સાથે રાખી આવા ઝબલાના ઉત્પાદકો અને મોટા વેચાણકર્તાઓ ને ત્યાં જનતા રેડ નું પણ આયોજન કરાશે. લોકો ને પણ બજારમાં ફુટ, શાકભાજી કે ચીજવસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી લઈ જવા અપીલ કરાઈ છે. પોરબંદરમાંથી આ ઝુંબેશમાં જોડાવા લીલુબેન ભુતિયાના વોટસએપ નં +૪૪૭૩૯૮૬૨૭૯૧૨ ઉપર પુરું નામ અને ફોન નંબર અને આ ઝુંબેશ માં જોડાવા માંગુ છું. બસ એટલો મેસેજ કરી જોડાઈ શકે છે તેવું પણ જણાવાયું છે.
