પોરબંદરના જાણીતા બીલ્ડર ભીમાભાઈ હોથીભાઈ ભુતીયાને કોર્ટે બે વર્ષની સજા કરવા હુકમ કર્યો છે.
પોરબંદર ના જાણીતા બીલ્ડર ભીમાભાઈ હોથીભાઈ ભુતીયા દ્વારા પોરબંદરના રહીશ અરભમભાઈ રાજશીભાઈ કેશવાલાને તેની કાયદેસરની લેણી રૂ ૪,૬૦,૦૦૦ રકમ ચુકવવા માટે આપેલો ચેક પાછો ફરતા અરભમભાઈ કેશવાલા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ બી.લાખાણી મારફતે પોરબંદની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ નીચે ફરીયાદ દાખલ કરતા અને તે કેસ ચાલી જતા સીવીલ જજ જોષી દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા ચેકની કાયદેસરતા તથા લેણાંની કાયદેસરતાને ધ્યાને લઈ તેમજ એડવોકેટ ભ૨તભાઈ બી.લાખાણીની નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ નીચેની ધારદાર દલીલો ઘ્યાને લઈ
તેમજ ભીમભાઈ ભુતીયા દ્વારા હાથ ઉછીનુ લખાણ કરીને રકમ ઉછીની લીધેલી હોય અને તે અન્વયે રકમ ચુકવવા ચેક આપેલો હોય અને આ તમામ બાબતોને ઘ્યાને લઈને તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ઘ્યાને લઈને ભીમાભાઈને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ વળતર તરીકે અને વળતર ન ચુકવે તો વધુ છ માસની સજા તથા ચેકની બમણી રકમ ચુકવવાનો હુકમ કરેલ છે.
કોર્ટે જાણીતા બિલ્ડર ને બે વર્ષની જેલ સજા કરતા ચકચાર મચી છે અને ચેક આપીને રકમ ન ચુકવતા લોકોને આ ચુકાદો ચેતવણીરૂપ ચુકાદો છે તેવુ પણ ચર્ચાઈ રહેલ છે.
આ કામમાં એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ દિપકભાઈ લાખાણી, જીતેન્દ્ર પાલા, જીતેન સોનીગ્રા તથા અનિલ સુરાણી તેમજ જયેશ બારોટ, નવધણ જાડેજા રોકાયેલા હતાં.