Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાશે

પોરબંદરમાં બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સુદામાપુરી પોરબંદરના આંગણે સંત ત્રિકમજી બાપુ મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતના આશીર્વાદથી બ્રહ્મચોર્યાસી અને નૂતન ચજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન ફાગણ વદ પાંચમ, તા. ૧૨-૩-૨૦૨૩, રવિવારે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ, એરપોર્ટ રોડ ખાતે બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવેલ છે.

સંત શ્રી ત્રિકમાચાર્યજી બાપુ સાથે મહામુકત સંત શિરોમણી દેવુભગતની અસીમ કૃપાથી બ્રહ્મસમાજ માટે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન સુદામાપુરી પોરબંદરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ મુકામે કરેલું છે. રવિવારે બ્રહ્મબટુકોને વેદોકત વિધાન અનુસાર નૂતન યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગે બ્રહ્મસમાજ-૮૪ના સાથ સહયોગથી ઉજવવાનું નિરધારેલ છે. વેદોકત સંસ્કાર વિધિના આચાર્ય પૂ. શાસ્ત્રીજી પ્રતાપ વિજયભાઇ લાબડીયા અને ઋષિકુમારોના સહયોગથી આ મંગલ પ્રસંગે બટૂંકોને આશીર્વાદ પાઠવવા સંત ત્રિકમજી બાપુ અને સંત દેવુભગતજીના તેમના અતિવ્હાલા બ્રહ્મસમાજ-૮૪નું ભાવભર્યુ બન્ને ૫.પૂ. સદગુરૂ તરફથી ભાવભર્યુ નિમંત્રણ છે.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમોમાં તા. ૧૨-૩-૨૩, રવિવારે બપોરે ૧:૩૦ કલાકે મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ યજ્ઞોપવિત સંસ્કાર બપોરે ૪:૩૦ કલાકે, કાશીયાત્રા સાંજે ૫:૩૦ કલાકે યોજાશે.આ પ્રસંગે બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન સાંજના ૬ થી ૯ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રવિવારે સાંજે ૭ઃ૩૦ થી ૮ સત્સંગસભા, ધર્મસભા, રાત્રે ૮ થી ૮:૩૦ યજમાન સ્વાગત સમારોહ, હાસ્ય દરબાર રાત્રે ૮:૩૦ થી ૯:૩૦, દાંડીયારાસ રાત્રે ૯ઃ૩૦થી ૧૦:૩૦ કલાકે યોજાશે.

આ પ્રસંગે સાન્દીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, સતપુરણધામ આશ્રમ, ધુનડા (જામનગર)ના સદગુરુ સાહેબ જેન્તીરામ બાપા, પૂ.ગો. ૧૦૮ વસંતરાયજી મહારાજ, સ્વામીનારાયણ ગુરુકુળ છાયા ના પ.પૂ. શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ સ્વામી, આશીર્વચન પાઠવશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમના આયોજક સમસ્ત બ્રહ્મસમાજ વતી સુભાષભાઇ ભરતભાઇ દવે, અજયભાઈ ભરતભાઈ દવે, સુરેશભાઇ માધવજી શીલુ, કમલેશભાઇ છોટાલાલ થાનકી, હસમુખભાઇ કરશનજી શીલુ, દેવવ્રતભાઇ જગદીશભાઇ જોષી, દેવેન્દ્ર ગૌરીશંકર પંડયા છે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પ.પૂ. મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતજી સાથે પ.પૂ. સંત ત્રિકમજી બાપુ, સતિઆઇમાં સુરાપુરા દાદા કુળદેવી ચામુંડામાં કાનાવડાળા ધામ તરફથી શ્રીમતી કિરણબેન-સુભાષભાઈ ભરાડ- આનંદભાઇ, અમરભાઇ, અર્જુનભાઇ ભરાડ પરિવાર છે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા બ્રહ્મસમાજ પોરબંદરે નિમંત્રણ પાઠવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે