પોરબંદર અને જુનાગઢના વંથલી ના ૧૫૦ પેટી વિદેશીદારૂના ગુન્હામાં વોન્ટેડ શખ્શને પોરબંદર એલ.સી.બી.એ ચૌટા નજીક થી ઝડપી લીધો છે.
પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલ બાતમી ના આધારે કુતીયાણાના ચૌટા વાંક પાસેથી પોરબંદર તથા જુનાગઢના ઇંગ્લીશ દારૂના બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી પ્રકાશ ઉર્ફે પરેશ રામાભાઈ ખાંભલા (ઉ.વ.૨૯ રહે. મુળ જુનાગઢ ગાંધીગ્રામ સંજયનગર હાલ જુનાગઢ મધુરમ રામાપીરના મંદીરવાળી ગલીમાં દિપગંગા એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦)ને ઝડપી લીધો છે આ શખ્શ સામે જુનાગઢ ના વંથલી પોલીસ મથક માં ૧૨૫ પેટી દારૂ અંગે નો ગુન્હો નોંધાયો હતો. જેમાં તે દોઢ વર્ષ થી નાસતો ફરતો હતો અને પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસ મથક માં ૨૫ પેટી દારૂ અંગે ગુન્હો નોંધાયો હતો તેમાં પણ તે ૩ માસ થી નાસતો ફરતો હતો પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.