રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા ની ચૂંટણી માટે ભાજપ દ્વારા ૪૮ ઉમેદવારો ની યાદી જાહેર કરાઈ છે બીજી તરફ અત્યાર સુધી માં રાણાવાવ માં ૫ અને કુતિયાણા માં ૨૧ ફોર્મ ભરાઈ ચુક્યા છે.
પોરબંદર ની રાણાવાવ અને કુતિયાણા સહીત રાજ્યમા ૬૬ નગરપાલિકાઓની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ દ્વારા નગરપાલિકા માટે ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાણાવાવ અને કુતિયાણા માટે પણ ઉમેદવારો ના નામ ની યાદી જાહેર થઇ છે રાણાવાવ માં ૭ વોર્ડ માં ૨૮ બેઠકો માંથી ૨૫ બેઠકો પર યાદી જાહેર કરાઈ છે જયારે કુતિયાણા માં ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માંથી ૨૩ બેઠક પર યાદી જાહેર કરવામાં આવી છે બન્ને પાલિકા માં મુખ્યત્વે સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ લડાશે ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી ને લઇ ને સજ્જ બની છે બીજી તરફ ચૂંટણી ના ફોર્મ ભરવાની કામગીરી પણ ચાલી રહી છે જેમાં અત્યાર સુધી માં રાણાવાવ નગરપાલિકા માં ૫ ફોર્મ ભરાયા છે જે તમામ કોંગ્રેસ ના ઉમેદવારો એ ભર્યા છે જયારે કુતિયાણા માં ૨૧ ફોર્મ ભરાયા છે જેમાં ૧૧ ભાજપ અને ૧૦ સમાજવાદી પાર્ટી ના ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે. પાલિકા ની ચૂંટણી ને લઇ ને રાજકીય પક્ષો,આગેવાનો અને કાર્યકરો સજ્જ બન્યા છે ચૂંટણી ને હવે માત્ર ૧૫ દિવસ હોવાથી મતદારો ના મન જીતવા કામે લાગ્યા છે.
આ વખતે બન્ને બેઠકો કબ્જે કરવા ધારાસભ્ય એ કમર કસી
બન્ને મત વિસ્તાર ના ધારાસભ્ય કાંધલ જાડેજા અગાઉ બે ટર્મ એનસીપી માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારે રાણાવાવ પાલિકા માં પણ છેલ્લી 2 ટર્મથી એન.સી.પી.નું શાસન હતું. ગત ચૂંટણીમાં એન.સી.પી.એ 18 બેઠક મેળવી હતી. જયારે ભાજપે 10 બેઠક મેળવી હતી. જયારે કુતિયાણા પાલિકા માં બે ટર્મ થી પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા ના નેતૃત્વ માં ભાજપ નું સાશન હતું. તે પહેલા પણ ઢેલીબેનના નેતૃત્વ માં જ છેલ્લા અઢી દાયકા થી કુતિયાણા પાલિકા નું સાશન ચાલી રહ્યું છે. કાંધલ જાડેજા એ અગાઉ ક્યારેય કુતિયાણા પાલિકા કબજે કરવા રસ દાખવ્યો ન હતો પરંતુ આ વખતે કુતિયાણા પાલિકા પણ કબ્જે કરવા કાંધલ જાડેજા એ કમર કસી છે
રાણાવાવ નગરપાલિકા ભાજપ ના ઉમેદવાર ના નામ
વોર્ડ નં ૧
ભાવનાબેન જીવાભાઈ ખુંટી
ભાનુબેન સાજણભાઈ કાઠી
કરશનભાઈ નાથાભાઈ મુશાર
વોર્ડ નં ૨
ચંપાબેન અરભમભાઈ પાંડાવદરા
સોનલબેન ડાભી
કારાભાઈ વજશીભાઈ મોઢવાડીયા
નિલેશભાઈ દિપકભાઈ કોડીયાતર
વોર્ડ નં ૩
સિલ્પાબેન જગદીશભાઈ બળેજા
રમીલાબેન જેન્તીલાલ ગાધેર
ભરતભાઈ ભીમજીભાઈ ગઢીયા
સુનિલભાઈ બાબુલાલ ચૌહણ
વોર્ડ નં ૪
જયાબેન ખીમજીભાઈ શીંગડીયા
સંતોકેબન અરજનભાઈ ઓડેદરા
સલીમભાઈ કાસમભાઈ સમા
વોર્ડ નં ૫
લીલુબેન કેશવભાઈ ઑડેદરા
રૂબિનાબેન સલિમભાઈ ઘાવડા
મેઘજીભાઈ ખીમજીભાઈ મકવાણા
માલદેભાઈ પરબતભાઈ મોઢવાડિયા
વોર્ડ નં ૬
ઇલાબેન મુકેશભાઈ મારુ
અમીનાબેન ઓસમાણભાઈ નાઈ
ગુલામનબી અબ્દુલ્લા બુખારી
વોર્ડ નં ૭
સલમાબેન ચાવડા
રેશ્માબેન સલીમભાઈ સોરઠીયા
ઓસમાણભાઈ નાઈ
કિશોરભાઈ રાતીયા
કુતિયાણા નગરપાલિકા ભાજપ ના ઉમેદવારો ના નામ
વોર્ડ નં ૧
માયાબેન પરમાર
જયાબેન ખુંટી
વિક્રમભાઈ ઓડેદરા
ગોરધનભાઈ ચંદનાણી
વોર્ડ નં ૨
જીવીબેન કડછા
નયનાબેન ચૌહાણ
ઉદયભાઈ સોંદરવા
પ્રતાપભાઈ વદર
વોર્ડ નં ૩
ઢેલીબેન ઓડેદરા
ચેતનાબેન ભટ્ટ
જીવાભાઈ ઓડેદરા
જગદીશભાઈ છજવાની
વોર્ડ નં ૪
હંસાબેન પરમાર
શોભનાબેન ઓડેદરા
માલદેભાઈ ઓડેદરા
વોર્ડ નં ૫
રાજીબેન ડોડીયા
માલીબેન ઓડેદરા
સનીભાઈ થાપલીયા
કસ્બાતી ખોખર
વોર્ડ નં ૬
નીતાબેન ભરાડીયા
રાંભીબેન ઓડેદરા
ડાયાભાઈ રૈગા
કાનાભાઈ કરમટા